SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ (162) શ્રી પ્રભાવક ચરિત્ર. ઈત્યાદિ ગુરૂના અસરકારક વચનોથી નવ ચેતન પામેલ વાપતિરાજ ધ્યાન પારીને કહેવા લાગ્યો કે–“હે ભગવન્! મારા મનમાં એક સંદેહ છે, તે એ કે મનુષ્ય લેકમાંથી અનંત જીવો જે મોક્ષે જાય, તે સંસાર ખાલી થઈ જાય અને મેક્ષમાં સ્થાન ન મળે, કારણ કે તે સ્થાન ભરાઇ જાય.’ ત્યારે ગુરૂ ઉત્તર આપતા બેલ્યા કે—“હે મહાસત્વ! આ સંબંધમાં જૈનાગમના જ્ઞાતા વિદ્વાનોએ બતાવેલ એક શ્રવણ કરવા લાયક દષ્ટાંત કહું છું, તે સાંભળ! અનાદિ કાળથી સેંકડો નદીઓથી તણાતી વેળથી પૃથ્વી ખાલી ન થાય અને સમુદ્ર ભરાય તેમ નથી. અર્થાત્ જળ કે વેળુથી જે સમુદ્ર ભરાય, તો જીવાથી સંસાર ખાલી થાય અને મોક્ષ સંકીર્ણ થાય, પરંતુ તેમ બનવાનું નથી.” એ પ્રમાણે સાંભળતાં કુવાસના દૂર થવાથી રોમાંચિત થઈ હર્ષોલ્લાસ પામતે અને બ્રહ્મજ્ઞાનીઓમાં રાજા સમાન એવો વાપતિરાજ કહેવા લાગ્યો કે-હે ભગવન્! આટલો વખત પરમાર્થના વિચાર વિના ધર્મતત્ત્વથી બહિષ્કૃત થયેલા અમે મેહલીલાથી માત્ર ભ્રમિત જ રહ્યા. આપ જેવા પૂજ્ય સાથે લાંબો પરિચય થયા છતાં મને કંઈ ફળ ન મળ્યું અને આટલા દિવસે ધર્મના વ્યાખ્યાન વિના મારા બધા નકામાં ગયા. આટલો વખત એ કલુષિત શાસ્ત્રથી મેં મારું પાળ કલુષિત કર્યું, પણ હવે પવિત્ર જિનમત પ્રાપ્ત થતાં તે શા માટે કલુષિત રહેવા દઉં? તે હે પ્રભો ! મુમુક્ષુ એવા મને હવે ઐચિત્યનું ઉલ્લંઘન ન થાય, તેવો આદેશ કરો કે જેથી કર્મનાશક તે આપના આદેશ પ્રમાણે હું વર્તન કરું.’ ત્યારે બપ્પભદિ ગુરૂ બોલ્યા કે –“હે ભદ્ર! કર્મમાં જે તને શંકા હોય, તે મનઃ શુદ્ધિ કરવાની જરૂર છે અને વ્યવહાર પણ તેવો જ છે. માટે તું સન્યસ્તપણમાં જ જૈનમાર્ગને સ્વીકાર કર.” એમ સાંભળતાં તે ગુરૂની સાથે જ ઉઠો અને ત્યાંથી તેમના ઉપાશ્રયની પાસે આવેલ શ્રી પાર્શ્વમંદિરના સ્તૂપમાં તે આવ્યો. ત્યાં પૂર્વે સ્વીકારેલ મિસ્યાદર્શન–વેષને તેણે ત્યાગ કર્યો અને જેનર્ષિ–વેષનો. સ્વીકાર કરતાં તે જૈનમુનિ થયો. વળી તે વખતે એક ધ્યાનમાં તાન લગાવી રહેલ તેણે સંસાર-ત્યાગનું ચરમ પ્રત્યાખ્યાન કર્યું તેમજ અઢાર પાપસ્થાને તેણે સર્વથા ત્યાગ કર્યો. વળી અંતરના દોષને દૂર કરતાં તેણે સ્તુતિ–નિંદા તથા પુણ્ય–પાપમાં સમભાવ લાવી, માનને સોસવી, પરમેષ્ઠી-પદમાં મન લગાવીને ચાર શરણનો સ્વીકાર કર્યો. તથા એકાવતારી અને મહાનંદપદને ઈચ્છતા એવા તેણે દુષ્કૃત અપાવવા અઢાર દિવસનું અનશન કરી, સમ્યક્ પ્રકારની આરાધનાથી પાંડિત્યમરણને સાધતાં દેહમુકત થઈને તે સ્વર્ગમાં ઈંદ્ર સામાનિક દેવ થયે. એટલે કંઈક મિત્રના નેહથી ગદગદિત થયેલ આચાર્ય મહારાજ, બધા સામંતે અને વિદ્વાનોના સાંભળતાં કહેવા લાગ્યા કે—સામંત રાજ સ્વર્ગે જતાં શેક ટળવાનું નથી. તે તે ઇદ્ર સામાનિક થયા અને સ્વર્ગની લક્ષમી તેને વરી ચૂકી.” P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy