________________ - - - - - - - - - - - શ્રી બપભદિસરિ–ચરિત્ર. ( 153). સ્થાને ગયે. તેમજ પૂર્વના વૈરભાવને ત્યાગ કરી બંધુની જેમ સાથે મળેલા તથા અન્ય ભેટ મોકલવાથી સંતુષ્ટ થયેલા એવા તે બંને આમ રાજા અને ધર્મરાજા પણ પોતપોતાની રાજધાનીમાં ગયા. એક દિવસે બુદ્ધાચાર્યે એકાંતમાં ધર્મરાજાને કહ્યું કે--બપ્પભદિસૂરિએ મને જીતી લીધે, તેથી મારા મનમાં જરા પણ ખેદ થતો નથી. કારણ કે નિદ્રામાં કે જાગતાં તેના દેહમાં આવીને સરસ્વતીદેવી પોતે યાચિત રીતે બોલે છે, પરંતુ તારા રાજ્યમાં રહી સુખ ભેગવનાર એવા વાકપતિરાજે જે મુખશાચ કરાવતાં મને પરાજ્ય પમાડ, તે મને બહુ સાલે છે.” એમ સાંભળ્યા છતાં છળવાદથી બેસ્ક્રાચાર્ય પર મંદ આદર બતાવનાર ધર્મ રાજાએ વાક્પતિરાજની સાથેનો નેહ મૂકયા નાહ એકદા યશોવર્મ રાજા ધર્મરાજા પર ચડી આવે, અને તે બળવાન રાજાએ યુદ્ધમાં જીતી લઈને તેને નાશ કર્યો. તે વખતે વાકપતિરાજને તેણે બંધનમાં નાખી દીધો. એટલે ગૌવધ કાવ્ય બનાવીને તેનાથકી તે મુકત થયો. પછી ત્યાંથી કાન્યકુંજમાં આવીને તે બમ્પટ્ટિસૂરિને મળે. ત્યાં આચાર્ય તેને રાજસભામાં લઈ ગયા, એટલે તેણે આમ રાજાની સ્તુતિ કરતાં જણાવ્યું કે-“હે રાજે! તારે પ્રતાપરૂપ દીપક સદા જવલંત રહો જ્યાં કૂમ (કાચબા) રૂપ મૂળ (પગ) છે, શેષનાગની દેહલતા જ્યાં યષ્ટિકા છે, જ્યાં પૃથ્વી જ ભાજનરૂપ છે, સમુદ્રરૂપ તેલ છે, કનકાચલ જ્યાં વાટરૂપે છે, સૂર્યના કિરણે જ્યાં બળતા જવાલારૂપે છે આકાશની શ્યામતા જ્યાં બળતા કાજળરૂપ છે તથા શત્રુરૂપ પતંગ જ્યાં દગ્ધ થઈ રહ્યા છે. વળી હે રાજન ! દૈત્યનાથના વક્ષસ્થળમાં કણકણાટ કરતા હરિના નખરૂપ કરવતીના ઘસારાથી ઉત્પન્ન થયેલ અગ્નિ તને પાવન કરો કે જ્યાં ચર્મ ચટચટ થઈ રહ્યું છે, જ્યાં છમછમ કરતું શોણિત ઉછળી રહ્યું છે, જ્યાં ચરબી ધગધગ થઈ રહી છે અને ભગ્ન થતાં હાડ જ્યાં સ્પષ્ટ અવાજ કરી રહ્યા છે. વળી તે નરેંદ્ર ! ગુણેમાં તું કૃષ્ણ સમાન છે, કીર્તિમાં તું રામ, નળ અને ભરત તુલ્ય છે. મહા સંગ્રામમાં તું શત્રુa સમાન (શત્રુને હણનાર) છે, વળી સદા તું યુધિષ્ઠિર તે છેજ, એ પ્રમાણે પિતાના સુચરિત્રથી પ્રાચીન રાજાઓની ખ્યાતિને ધારણ કરનાર એ તું ત્રણે લેકમાં વિજયી છતાં માંધાતા કેમ નથી? અર્થાત તું માંધાતા સમાન પણ છે. " આથી આમ રાજાએ ધર્મ રાજા કરતાં પણ તેને ભારે સત્કાર કર્યો. કારણ ઘરને આંગણે આવેલ ગંગાને કયો આળસુ પણ ન પૂજે ? ઈદ્ર પણ બૃહસ્પતિને પામીને પિતાને કૃતકૃત્ય માને છે, તે વાકપતિરાજને પામીને આમ રાજા આજે ઈદ્ધ કરતાં શું અધિક ન થયું ? :-- = ". નવા - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust