________________ (15). શ્રી અપભદિસરિ–ચરિત્ર પામતી સરસ્વતી કહેવા લાગી કે –“મારા ગમનાગમમાં તારી ઈચ્છા પૂર્ણ થતી હોય, તે સુખી રહે. ' પછી શ્રી બમ્પટ્ટિ મુનીશ્વરે ચેદ અદભૂત કથી આદર દર્શાવીને સ્તુતિ કરી. એ સ્તુતિને સુવર્ણકુંડલ સમાન માનતી દેવી અત્યંત સંતુષ્ટ થઈને કહેવા - લાગી કે –“હે વત્સ ! તારે શું પૂછવાનું છે?” ત્યારે આચાર્ય બોલ્યા–“ આ વાદી પિતાના બુદ્ધિબળથી બેલે છે કે બીજું કંઈ કારણ છે?’ એટલે દેવીએ જણાવ્યું કે –“એણે મને સાત વાર આરાધી, તેથી મેં એને અક્ષય વચની (જેમાં વચનક્ષીણ ન થાય) ગુટિકા આપી છે. હે મુનીંદ્ર ! તે ગુટિકાના પ્રભાવથી એનું વચન સ્કૂલના પામતું નથી.” આથી સૂરિ જાણે ઉપાલંભ પૂર્વક સરસ્વતીને કહેવા લાગ્યા–“જિનશાસનના વિરોધીને તું કેમ પડ્યું છે ? કારણકે પૂર્વજો પાસેથી તે એમ સાંભળવામાં આવ્યું છે કે તું સમ્યગ્દષ્ટિ હોય છે.” * દેવીએ કહ્યું-“હું જૈનની વિધી નથી, હું તને એક ઉપાય બતાવીશ કે જેથી એ બુદ્ધાચાર્ય પરાજય પામે. તમે બધા સભાસદોને મુખૌચ કરાવજો અને તે વખતે એને પણ મુખ શૌચ કરાવજે એટલે મુખમાંથી કાગળો બહાર કહાડતાં જે ગુટિકા પડી જાય, તો અવશ્ય તમારે વિજય થવાને; પરંતુ ચોદ લેક કદાપિ પ્રગટ ન કરવા, કારણકે તે સાંભળતાં તે મારે સાક્ષાત્ આવવું પડશે. હે મુનીશ્વર ! હું કેટલા પુણ્યહીન પર પ્રસન્ન થાઉં ?" એમ કહીને સરસ્વતી દેવી અદશ્ય થઈ ગઈ. પછી આચાર્યો વાકપતિરાજને દેવીને આદેશ ગુપ્તરીતે કહી સંભળાવ્યું. એટલે જળપાત્ર પાણીથી ભરી લાવીને તેણે સમસ્ત સભાને મુખશુદ્ધિ કરાવી અને તેમ કરતાં વિદ્ધનકુંજરના મુખમાંથી ગુટિકા પડી ગઈ, ત્યારે ભાગ્ય હીનની લક્ષમીની જેમ જળથી હડસેલાયેલી ગુટિકા તેના વદનમાંથી નીકળી જતાં, નિરંતર પર સ્પર વાઇમાર્ગે જવાથી જાણે થાકી ગઈ હોય, અને વિશ્રાંતિ લેવા માગતી હોય; તેમ મુંગાની જેમ તે ભિક્ષુની વાણુ શાંત થઈ ગઈ. એટલે સભાસદે કહેવા લાગ્યા કે -" ગુટિકાથીજ એનામાં બોલવાની તાકાત હતી, નહિ તે એ ભિક્ષુ બરાબર મુંગો અને બહેરા જેવો યથાર્થ નામધારી છે. એ પ્રમાણે વાદીરૂપ કુંજરને જીતવામાં કેસરી સમાન બપ્પભદિસૂરિએ તેને જીતી લેતાં રાજાએ તેમનું વાદી કંજર કેસરી એવું બિરૂદ બોલાવ્યું અને સર્વત્ર જય જયનાદ થઈ રહ્યો. - એવામાં આમ રાજા પોતાના બળે વૈભવસહિત ધર્મ રાજાનું રાજ્ય લેવાને તત્પર થયે; કારણુકે ય પામનાર પિતાના ૫ણુને કેમ મૂકે? ત્યારે ગુરૂ તેને કહેવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust