SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ TITLE શ્રી બપ્પભદિસરિ–ચરિત્ર (139 ) પછી હાથમાં બીજેરૂં ધારણ કરતા એવા તેને આચાર્યો પૂછયું–આ તારા હાથમાં શું છે? તેણે કહ્યું-“બીજરાજ (બીજેj) છે.” એવામાં તેણે તુવેરનું પત્ર બતાવતાં, ગુરૂ સ્થગીધરને આગળ કરીને બોલ્યો –“શું આ તૂઅરિપત્ર (અરિપાત્ર) છે?” ત્યારે બીજા જાણી શકે તેમ પ્રાકૃતમાં જવાબ આપ્યો. પછી ગુરૂ બોલ્યા–“સરલ સ્વભાવી ધર્મરાજાની જેવી ઈચ્છા.” એવામાં પ્રધાને કહેવા લાગ્યો કે આ આચાર્ય અમારા પર શિથિલ આદરવાળા થયા છે, તેથી એમણે દુષ્કર પ્રતિજ્ઞા કરી છે. હે પૂજ્ય ! એ પ્રતિજ્ઞા પૂર્ણ થતાં પણ જે આપ મારી સાથે આવે, તો અહોભાગ્ય ! અને દેવો અમારા પર પ્રસન્ન થયા સમજીશું.’ ત્યારે ગુરૂ આ પ્રમાણે એક ગાથા બોલ્યા કે - तत्री सी अला मेलावा केहा ण (घ) ण उत्तावली प्रियमंद सिणेहा विरहि हिं। माणसुम रहतसु कवण निहोरा ત્તિપવિત્તર ગુજુ બાવો | 2 - . એમ સાંભળતાં રાજાએ પૂછયું કે એ ગાથાને અર્થ છે?” ત્યારે જ્ઞાનના નિધાન એવા બમ્પટ્ટિ મુનીશ્વર તેનું વિવેચન કરતાં રાજાની આગળ કહેવા લાગ્યા કે - “એક લહનો પિંડ અગ્નિથી તપેલ હોય અને એક શીતલ હોય, એ બંને સાથે કેમ મળી શકે? કારણ કે તે બને તપ્ત હોય, તે તેને મેલાપ થઈ શકે. અર્થાત્ એ આમ રાજા સાંસારિક વાસનાઓથી તપ્ત છે અને અમે ઔદાસીન્ય, જિતેંદ્રિયત્ન તથા નિર્લોભતાથી શીતલ છીએ, તે અમારો એની સાથે મેળ કેમ થાય? ધનાદેશી શબ્દથી પત્રી લેવી, તે ઉત્સુક હોય અને પ્રિયતમ મંદ સ્નેહવાળો હોય, તે તેમને મેલાપ શી રીતે થાય? વિરહથી જે મરતો હોય કે મૃત તુલ્ય થઈ ગયો હોય, તેને નિરોધક કેણુ થઈ શકે? તે મળે ત્યારે જ પ્રણયિનીપ્રિયા જીવી શકે; આ કર્ણવેધ જેવી વાત તો તેમાં પરોવાયેલ દરાજ જાણી શકે. - તેમજ તપને ઈચ્છનાર તથા કામ-મદન એ બંનેના મેલનમાં ચેષ્ટા કેવી ? અર્થાત્ તે બંને વિપરીત હોવાથી તેમની મિત્રાઈ ન થઈ શકે. તથા ધનદાન આપનાર દાતાને સત્પાત્રની ઈચ્છા હોય અને યાચક તે લેવામાં ઈચ્છા રહિત હોય, નિ. મેંહી હોય તેના વિરહમાં દાતા તેની ખાતર સંતાપ પામતો હોય, તેને દાન આપ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy