________________ w થી પ્રભાવ થા. ' માટે ગુરૂ મહારાજને વિનંતિ કરી. પછી તેની યોગ્યતાને અતિશય જાણુને ત્યાં રહેતાં ગુરૂએ તેને સારસ્વત મહામંત્ર આપે. એટલે અધરાતે મંત્રનું પરાવર્તન કરતાં, સરસ્વતી એકાંતે આકાશગંગાના પ્રવાહમાં સ્નાન કરતી તે વસ્ત્રરહિત હતી, એવામાં તે મંત્રજાપના માહાસ્યથી તે દેવી તેવી જ સ્થિતિમાં ત્યાં ચાલી આવી, એટલે તેને જોતાં મુનિએ જરા પિતાનું મુખ ફેરવી નાખ્યું. ત્યારે પિતાની નગ્નાવસ્થાને ખ્યાલ ન કરતાં તે કહેવા લાગી કે–“હે વત્સ! તું મુખ કેમ ફેરવે છે ? તારા મંત્રજાપથી સંતુષ્ટ થઈને હું અહીં આવી છું. માટે વર માગ ! , . એટલે મુનિ બેલ્યા “માતા! તારૂં આ અનુચિત સ્વરૂપ હું શી રીતે જોઉં? તું વસ્રરહિત તારૂં શરીર તે જે.” આથી દેવીએ પોતાના શરીર તરફ દષ્ટિ કરતાં વિચાર કર્યો કે–અહો ! એનું બ્રહ્મચર્યવ્રત કેટલું બધું દઢ છે? અને મંત્રનું માહાસ્ય પણ કેટલું બધું અદ્ભુત છે કે જેથી હું પણ ભાન વિનાની બની ગઈ?” એમ ચિંતવતી દેવી તેની સન્મુખ આવી. એટલે વર માગવામાં અત્યંત નિ:સ્પૃહ એવા તે મુનિને જોતાં તેને ભારે આશ્ચર્ય થયું. પછી છેવટે દેવી બેલી કે–“હે ભદ્ર! મારા ગમન કે આગમનમાં તારી કોઈ પ્રકારની અભિલાષા નથી, માટે તું સુખે નિવૃત્તિમાં રહે.” ; - હવે ત્યાં રહેતાં એકદા શ્રીભદ્રકીર્તિ મુનિ બહાર ભૂમિકાએ ગયા. ત્યાં વૃષ્ટિ થતાં તે સ્થિરતા પૂર્વક એક દેવકુળમાં રહ્યા. એવામાં દેવકુમારને વિડંબના પમાડનાર પ્રશસ્ત શોભાયુક્ત અને વૃષ્ટિથી વ્યાકુળ થયેલ એક પુરૂષ ત્યાં આવ્યું. એ દેવકુળમાં શ્યામ પત્થર પર કોતરેલ અને વારસહિત પ્રમદાના વક્ષસ્થળ સમાન સ્વતિ સૂચક એક પ્રશસ્તિ હતી, એટલે પાંડિત્યયુક્ત વિચક્ષણ એવા તે આવનાર પુરૂષે પ્રશસ્તિના મહાWવાચક કાવ્યું વાંચ્યા અને મિત્રતા પૂર્વક શ્રી બમ્પટ્ટિ પાસે તેની વ્યાખ્યા કરાવી. ત્યારે તેમની અદ્દભુત વ્યાખ્યાથી તે પોતાના અંતરમાં રંજિત થયા. પછી વૃષ્ટિ શાંત થતાં તે મુનિ સાથે જ તેમના ઉપાશ્રયમાં ગયે, ત્યાં આચાર્યો તેને આશિષથી આનંદ પમાડીને વૃત્તાંત પૂછયે. એટલે લજજાથી મુખ નમાવીને તે પોતાને વૃત્તાંત કહેવા લાગ્ય–શ્રેષ્ઠ માર્ય મહાગેત્રમાં ઉત્પન્ન થયેલ, મહાતેજસ્વી, તથા ચંદ્રગુપ્ત રાજાના વંશમાં મુક્તામણિ સમાન અને કાન્યકુજ (કનેજ) ના રાજા યશોવર્માને હું પુત્ર છું. પિતાએ મને કોપથી કંઈક શિક્ષા આપતાં કહ્યું, જે સહન ન કરી શકવાથી હું અહીં ચાલ્યો આવ્યો.” પછી તેણે ખડીવતી પિતાનું આમ એવું નામ જમીનપર લખી બતાવ્યું. એટલે પિતાનું નામ પિતાના મુખથી ન બોલવાના વિવેકને લીધે ચમત્કાર પામેલા આચાર્ય મહારાજ ચપટી વગાડતાં વિચારવા લાગ્યા કે–પૂર્વે શ્રીરામ સેન્યમાં એને છ મહિનાને મેં જે હતો તે વખતે પીલવૃક્ષની જાળમાં બાંધેલ વસ્ત્રના હિંડોળે એ લતે હતા, અને એના પર છાયા અચલ રહેવાથી અમે એને ભાગ્યશાળી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust