________________ ( 118 ) . . શ્રી પ્રભાવક ચરિત્ર. પરદેશી વેપારી ગામની બહાર ઘણું કરિયાણા લઈને આવશે, તેની પાસે જઈને તે બધી કીંમતી વસ્તુઓ તારે હીંમતથી વેચાતી લઈ લેવી, પછી વેપાર કરતાં ભારે સુકૃતના ઉદયથી તને અગણિત ધન પ્રાપ્ત થશે. વળી આજે મેં શાસ્ત્રો રચ્યાં છે, તે લખાવીને તારે પુસ્તકારૂઢ કરવાં અને ગ્ય સાધુઓને તે આપવાં કે જેથી સર્વ લોકેમાં પ્રચાર પામે.” આથી સુકૃતિશિરોમણિ એવા તે વણિકે ગુરૂનું અલંઘ વચન સમજીને તે પ્રમાણે કર્યું. એટલે ભવસાગરથી તારવામાં નાવ સમાન તે શાસ્ત્રો પ્રસિદ્ધ થઈને પ્રવૃત્ત થયાં. વળી આચાર્ય મહારાજે ત્યાં અન્ય જનોને પ્રતિબોધ આપીને તે એકજ સ્થાને ઉંચા તોરણયુકત ચોરાશી વિશાળ જિનમંદિર કરાવ્યા, તેમજ ચિરકાળથી લખેલ, વિશીર્ણ થઈ ગયેલ, વણેવિચછેદ પામેલ એવા મહાનિશીથ શાસ્ત્ર કે જે જૈનધર્મના ઉપનિષદરૂપ, તેનો, તે કુશળમતિસૂરિએ પુસ્તકારૂઢ કરીને ઉદ્ધાર કર્યો. | પછી શ્રત પરિચયથી પિતાના આયુષ્યને અંત આવેલ જાણીને ગચ્છવિષયની નિરાશાનો ઉછેર કરી, વિશેષ વૈરાગ્યથી વિભૂષિત થયેલ શ્રી હરિભદ્ર મહારાજ પિતાના ગુરૂ પાસે આવ્યા. ત્યાં પોતાના બંને શિષ્યની વિગજન્ય બાધાને ભૂલી જઈ, નિર્મળ અનશન આદરી, નંદનવનની જેમ સમાધિમાં સ્થિર રહેતાં પ્રાંત તે સ્વર્ગસુખના અધિકારી થયા. એ પ્રમાણે આશ્ચર્યજનક, મોટા બુદ્ધિમાનને પણ પૂજનીય તથા મારા જેવા અલ્પમતિ જીવોને જીવન આપનાર પાથેય (ભાતા) સમાન એવું શ્રી હરિ ભદ્રસૂરિ મહારાજનું અદ્ભુત ચરિત્ર હે બિબુધ જન તમે સાંભળે અને સાક્ષાત્ તેને અભ્યાસ કરે. એ ચરિત્ર યાવચંદ્રદિવાકર જયવંત રહે. - શ્રીચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપે સરોવરને વિષે રાજહંસ સમાન તથા શ્રી રામ-લક્ષ્મીના પુત્ર એવા શ્રી પ્રભાચંદ્રસૂરિએ પોતાના વિચારપર લેતાં, શ્રી પ્રદ્યુગ્ન મુનીશ્વરના હાથે શોધાયેલ શ્રી પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રેહણાચલને વિષે શ્રી હરિભદ્રસૂરિના ચરિત્રરૂપ આ નવમું શિખર થયું. હે પ્રદ્યુમ્ન બ્રહ્મચારી! તમે પુરૂષોને વિષે ઉત્તમ હોવાથી પુરૂષોત્તમ (કૃષ્ણ) છે, તમે આચાર્ય હોવાથી પરમેષ્ટી છે, તમે પંડિત હોવાથી ગિરીશ (શંકર) છે, તમે ગચ્છના નાયક હોવાથી ગણનાથ (ગણપતિ) છે, તમે વિબુધના સ્વામિ હોવાથી વિબુધપતિ (ઇંદ્ર) છે અને તમે નિર્મળ મનના હોવાથી સુમનસ (દેવ) છે, શું તમે તપન–સૂર્ય નથી, અર્થાત્ કર્મપકને સેવામાં શું તમે સૂર્યસમાન નથી? તે ઉપમાથી પણ આપ અલંકૃત જ છે. ઈતિશ્રી-હરિભદ્રસૂરિ પ્રબંધ. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust