________________ ( 90 ) શ્રી પ્રભાવક ચરિત્ર. જની જેમ દુ:ખ ઉપજાવતા, સ્વાધ્યાયને અભ્યાસ કરતા તથા વૃદ્ધપણને લીધે અત્યંત આગ્રહી બનેલા એવા મુકુંદ મુનિ નિદ્રાથી પ્રમાદી થયેલા અન્ય મુનિ એને અહર્નિશ જગાડવા લાગ્યા. ત્યારે બુદ્ધિશાળી એક યુવાન મુનિએ તેને શિખામણ આપતાં જણાવ્યું કે “હે મુનિ ! આ તમારા ધ્વનિથી જાગ્રત થયેલા હિંસક પ્રાણીઓ જીવવધ કરે, માટે સાધુએ ધ્યાનરૂપ ઊત્તમ અત્યંતર તપ આચરવું. હે સાધો ! શાંત સમયે વચનગને સંકોચ રાખવો તે ઉચિત છે.” એ પ્રમાણે સાંભળ્યા છતાં વૃદ્ધપણાથી ઉત્પન્ન થયેલ જડતાને લીધે શિક્ષાને આદર ન કરતાં તેજ પ્રમાણે તે મુનિ પ્રગટ રીતે ઘષ કરવા લાગ્યા. ત્યારે તેના નાદથી ભારે કંટાળી ગયેલ તે અણગાર પ્રથમ પિતાના તારૂણ્યને ઉચિત મૃદુ વાણીથી અને પછી તેના કૃત્યથી ઈષ્યા આવતાં કર્કશ વચનથી મુકુંદ મુનિને કહેવા લાગ્યા–“હે મુનિ! પિતાની અવસ્થાના અંતને ન જાણતાં ઉગ્ર પાઠના આદરથી આકુળ થયેલ તું મેગરાની લતાની જેમ મુશળને શી રીતે ફેલાવી શકીશ? - એ પ્રમાણે સાંભળતાં તે વૃદ્ધ મુનિ વિષાદ પામ્યા અને ચિંતવવા લાગ્યા કે“જ્ઞાનાવરણથી દૂષિત થયેલ મારા જન્મને ધિક્કાર છે. માટે હવે ઉગ્રતપથી સરસ્વતી દેવીનું હું આરાધન કરીશ, કે જેથી એ ઈષ્ય વચન પણ સત્ય થાય.” એમ ધારી નાલિકેરવસતિ નામના જીનાલયમાં સમર્થ એવી ભારતી દેવીનું આરાધન તેણે શરૂ કર્યું. ત્યાં દઢ વ્રતધારી સ્કુરાયમાન ધ્યાનાગ્નિથી જડતાની ભીતિને ટાળનાર, સમતાને ધરનાર, વિકલ્પરૂપ કાલુષ્ય (મલિનતા) નિરસ્ત થવાથી શુદ્ધ બુદ્ધિને પ્રગટાવનાર તથા શરીરે નિષ્કપ રહી મૂર્તિના ચરણ-કમળમાં પિતાની દષ્ટિને સ્થાપન કરનાર એવા તે વૃદ્ધ મુનિ શરીરના આધારરૂપ ચાર પ્રકારના આહારનો ત્યાગ કરીને એક મુહૂર્તની જેમ એકવીસ દિવસ ત્યાં સ્થિર બેસી રહ્યા એટલે આ તેમના સત્વથી સંતુષ્ટ થયેલ ભારતી દેવી સાક્ષાત્ પિતે પ્રગટ થઈને મુનિને કહેવા લાગી કે–“હે ભદ્ર ! ઉઠ, હું પ્રસન્ન થઈ છું. તારા મનોરથ બધા પૂર્ણ થાઓ, હવે તને આલના નહિ થાય માટે તેને જે ઈષ્ટ હોય તે કર.” એ પ્રમાણે સરસ્વતી દેવીનું વચન સાંભળતાં તે મુનિ ઉડ્યા, અને પારણા માટે કોઈ ગૃહસ્થના ઘરે જતાં ત્યાં મુશળ તેમના જેવામાં આવ્યું. એટલે પૂર્વે યતિના મુખથી હાસ્ય–વચન સાંભળવાના અપમાનથી પોતે કરેલી પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા માટે તે ત્રાષિ બોલ્યા કે-“હે ભારતી! પ્રસાદથી જે અમારા જેવા પણ પ્રાણ થઈ વાદી થતા હોય, તો આ મુશળ પુષ્પિત થાઓ,” એમ કહીને મુનિએ પ્રાસુક જળથી મુશળને સિંચન કર્યું. જેથી તારાઓ વડે આકાશની જેમ તે તરત પલવિત અને પુષ્પોથી યુક્ત થયું. પછી મુનિ શેષ કરીને કહેવા લાગ્યા કે–“સસલાનું શંગ (શીંગડું), ઈન્દ્રધનુષ્યનું પ્રમાણ, શીતલ અગ્નિ, અને નિષ્પકંપ વાયુ-આ વાક્યમાં જે કઈને કઈ ગમતું ન હોય, તો વૃદ્ધ વાદી કહે છે કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust