________________ (78) શ્રી પ્રભાવક ચરિત્ર. એક વખતે સંસારથી કંટાળી ગયેલ મહીધરે આવીને તે ગુરૂને નમસ્કાર કર્યા અને બંધુના વિરહથી વૈરાગ્ય પામેલ તેણે ગુરૂ પાસે જેની દીક્ષાની પ્રાર્થના કરી, એટલે ભાગ્યહીન પ્રાણુઓને અલભ્ય એવા આચાર્ય મહારાજે તેને ચગ્ય જાણી, તેના માતા પિતાને પૂછીને મહીધરને પ્રત્રજ્યા આપી. પછી બે પ્રકારની ગુરૂશિક્ષા મેળવીને મહીધર મુનિ અનેક વિદ્યારૂપ સાગરના પારંગામી અને અતિપ્રજ્ઞાના બળથી તે પરવાદીઓને અજ થયા, એટલે ભવસાગરથી ભવ્ય જનોને તારવામાં નાવ સમાન એવા તે કુશળ શિષ્યને પિતાના પાટે સ્થાપના કરીને ગુરૂ મહારાજ સ્વર્ગવાસી થયા. શાખાના અનુસાર મહીધરસૂરિ શ્રીરાસીલ ગુરૂ એવા નામથી પ્રસિદ્ધ થયા, વિદ્યાવિદથી તે જતા કાળને પણ જાણતા ન હતા. . હવે તેમને બંધુ મહીપાલ રાજગૃહ નગરમાં શ્રુતકીર્તિ નામના દિગં. બરાચાર્ય પાસે ગયે તેને પ્રતિબંધ પમાડીને દિગંબરસૂરિએ તેને દીક્ષા આપી. તેનું સુવર્ણકીતિ એવું નામ રાખ્યું અને તે નવીન મુનિને તેણે પોતાની ક્રિયા શીખવી. પછી વખત જતાં એકદા શ્રુતકીર્તિએ તેને પિતાના સૂરિપદપર સ્થાપ્યો અને ધરણે દ્ર-અધિષ્ઠિત શ્રીમતી અપ્રતિકાદેવીની વિદ્યા આપી; તથા કળિકાળમાં દુર્લભ અને ભાગ્યથી સિદ્ધ થઈ શકે તેવી પરકાયપ્રવેશની ગુરૂએ તેને વિદ્યા આપી કારણ કે તેવી વિદ્યા તેવા પુરૂષને જ યોગ્ય હોય છે. - એવામાં તે નગરથી આવનાર વેપારીઓ પાસેથી પિતાના પુત્રને વૃત્તાંત સાંભળવામાં આવતાં પોતાનો પતિ મરણ પામ્યા પછી શીલવતી તેને મળવા માટે ગઈ. ત્યાં આવતાં તે પોતાના પુત્ર–મુનિને મળી અને તેના અનુયાયીઓએ તેને સત્કાર કર્યો, કારણ કે ગુરૂની તેવી માનનીય માતા રત્નખાણની જેમ કોને અધિક આદર પાત્ર ન થાય ? હવે ત્યાં જિનેશ્વર ભાષિત તની સમાનતા છતાં પોતાના બંને પુત્રમાં સમાચારીનો કંઈક ભેદ જોવામાં આવતાં શીલવતી શંકા પામીને કહેવા લાગી— હે વત્સ! તમે બંને બંધુઓ જિનમતના અનુયાયી છતાં તમારામાં અંતર દેખાય છે. વેતાંબર અત્યંત નિષ્ઠાયુક્ત અને નિષ્પરિગ્રહ દેખાય છે અને તું સુખી; પૂજાકાંક્ષી તથા અધિક પરિગ્રહી લાગે છે, તે મને સમજાવો કે વ્યાકુળ જન શી રીતે સિદ્ધિ પામી શકે? માટે મારી સાથે તું તારા પૂર્વજોના સ્થાન પર ચાલકે જેથી તમે બંને ભ્રાતા, શાસ્ત્ર અને પ્રમાણ–સિદ્ધાંતોથી આર્યસંમત ધર્મનો પરસ્પર પૂરતો વિચાર કરીને સત્ય નિર્ણય પર આવી શકે, અને પછી બંને એકમત થઈને મને ધમમાં સ્થાપન કરે. પિોતાની માતાના એ ઉપરધવડે મહીપાલ મુનિએ બાયડ નગર તરફ વિહાર કર્યો. પછી અશ્વિનીકુમારની જેમ અભિન્ન રૂપવાળા વેતાંબર અને દિગંબરાચાર્ય બંને ભ્રાતા ત્યાં સાથે મળ્યા અને પોતપોતાના આચાર તથા તત્વવિચાર ફુટ રીતે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust