________________ (7) શ્રી ર્નવરિ-ઝવં. MOYક છે મણે આહંત વાણીરૂપ ધેનુને પ્રાણલ્લાસ પમાડી ચરણ (ચારીત્ર) 4 નો ઉદય કર્યો એવા શ્રી જીવદેવસૂરિ તમને કલ્યાણ દાયક થાઓ. પિતાના અંગનું દાન કરતાં પૂર્વમાં મહાપુરૂષોએ પણ પિતાના / પ્રાણ આપતાં પરના પ્રાણ બચાવ્યા છે, પરંતુ પર જીના જીવન 'રૂપ છતાં અક્ષત એવા શ્રી જીવદેવ સમાન અન્ય કોણ છે? આજે તેનું વર્ણન કરવામાં મારા જેવા જીર્ણ પુરૂષનું શું ગજું? તથાપિ તેમની ભક્તિ અને વાચાળ બનાવવા સમર્થ થઈ છે, તેથી અજ્ઞાનરૂપ ઘાસને કાપવામાં દાતરડા સમાન, પાપ સાગરથી પાર પામવાને વહાણ સમાન તથા દુઃખ-દર્ભાગ્યને દુર કરનાર એવું તેમનું ચરિત્ર હું વર્ણવું છું. પોતે સદા અનવસ્થિત છતાં જગતમાં સ્થાનને ઈચ્છનાર તથા જગતને પ્રાણુદાયક એવા વાયુદેવે પૂર્વે સાક્ષાત્ બ્રહ્મ (બ્રહ્મા) સમાન એવા બ્રાહ્મણોને ગુર્જરભૂમિના ભૂષણરૂપ એવું બાયડ (ટ) નામનું મહાસ્થાન આપ્યું. તે વખતે તેણે દ્વારાદિકના સાધન રચવાપૂર્વક બ્રહ્મશાલા અને ચૈત્યમાં પરમેષ્ઠીને સ્થાપન કર્યો. જેમ મલયાચલમાં બધા વૃક્ષે ચંદનરૂપ છે, તેમ ત્યાં બ્રાહ્મણે અને વણિકે બધા બાયડ એવા નામથી પ્રસિદ્ધ થયા. કુરાયમાન જાઈપુષ્પના પરિમલ સમાન રસિક જનરૂપ મધુકરેને સેવનીય એવી જાતિ તે નામથી સર્વ કરતાં શ્રેષ્ઠ ગણવા લાગી, ત્યાં ધર્મથી શ્રેષ્ઠ, ન્યાયપાર્જિન દ્રવ્યનું દાન કરવાથી સાક્ષાત્ ધર્મરૂપ તથા લક્ષમીના સ્થાનરૂપ એ ધર્મદેવ નામે પ્રખ્યાત શેઠ હતો, તેની શીલવતી નામે કાંતા કે જે શીલગુણથી વિરાજિત હતી અને આનંદયુક્ત શીતલ વચનથી જેણે ચંદ્રમા અને ચંદનને હંમેશાં જીતી લેતી હતી. તેમના મહીધર અને મહીપાલ નામના બે પુત્ર કે જે પુણ્યકર્મમાં સદા સાવધાન હતા. કર્મના દેષથી મહીપાલ સદા દેશાંતરમાં ભમતું હતું અને તેથી એ સુબંધુના સ્નેહને લીધે મહીધર વૈરાગ્ય પામ્યો. ત્યાં જંગમ તીર્થરૂપ એવા જિનદત્ત ગુરૂ પૂર્વે રહેતા કે જે સંસાર સાગરથી તારનાર અને કામાદિ શત્રુઓને નાશ કરનાર હતા. સત્ કાષ્ઠ (નિષ્ઠા) થી આકર્ષણ કરનાર જે ગુરૂ રૂપ સૂત્રધારને પામીને ભવ્યાત્માઓ સંપૂર્ણ સિદ્ધિરૂપ પ્રાસાદમાં નિવાસ કરનાર થયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust