________________ શ્રી વિજયસિંહરિચરિત્ર. ( 75 ) હવે એકદા અંકલેશ્વર નગરથી પ્રબળ પવનના યોગે બળતો એક ઉંચો વાંસ તે નગરમાં ઉડી આવ્યો, તેથી મર્યાદા રહિત સાગરની જેમ જવાળાઓથી વ્યાસ એ અગ્નિ, ગૃહ, બજાર,હવેલી અને ચૈત્યમાં પ્રસરવા લાગ્યો. પ્રથમ કળીયામાં તેણે કાષ્ટ અને ઘાસના બનાવેલા ઘરનું ભક્ષણ કર્યું અને પછી મધ્ય આહારમાં તેણે મજબૂત અને વિશાળ મકાનને ભક્ષ્ય બનાવ્યાં. તે વખતે બળતા મનુષ્ય, પશુ, અને પક્ષીઓના આકંદ વડે ભયંકર અને શરદઋતુના ગરવ સમાન, તથા આકાશને બધિર બનાવનાર એવો પવન પ્રગટ થયા. તે અગ્નિએ સમસ્ત નગરને બાળીને ભસ્મીભૂત કર્યું, તેમજ દુર્ગના દ્વારયંત્ર સહિત નગરના ગોપુર (મુખ્ય દ્વાર) ને પણ નાશ કર્યો. તે વખતે પ્રતીકારથી અસાધ્ય એવો તે ઉપસર્ગ દૈવયોગે શાંત થતાં શ્રી મુનિસુવ્રત સ્વામીનું કાષ્ઠમય ચૈત્ય ભસ્મ થઈ ગયું. તેમાં પાષાણુ અને પિતળની જે દેવ પ્રતિમાઓ હતી, તે બધી સર્વાગે જીર્ણ જેવી થઈ ગઈ, પણ મુનિસુવ્રત પ્રભુનું એક બિંબ બરાબર તેવું ને તેવું જ રમણીય રહ્યું. રણભૂમિમાં સુભટોનું મર્દન કરનાર વીર પુરૂષ જેમ પૈયેથી સ્થિર થઈ ઉભું રહે તેમ વિશ્વના પ્રકાશરૂપ એ પ્રતિમાના પૃથ્વી ત કાંઈ નિરાળાજ હતા કે જેથી તેને અગ્નિદાહની અસર ન થઈ. પછી શ્રી વિજયસિંહસૂરિ ગુટિકાને પિતાના મુખમાં ધારણ કરી, હસ્તમાં સત્પાત્ર લઈને તીર્થોદ્ધારને માટે ભિક્ષા માગવા નીકળ્યા. પ્રથમ બ્રાહ્મણોના ઘરે ધર્મલાભ આપતાં તેમણે શ્રી મુનિસુવ્રત સ્વામીના ચૈત્યનો ઉદ્ધાર કરવા ભિક્ષા માગી. એટલે કે પચાસ સોના મહોર, કઈ સો અને કઈ બસે સોનામહેર તે મહર્ષિને આપવા લાગ્યા. તેથી તે વખતે પાંચ હજાર સોનાન્હાર એકઠી થઈ. અષ્ટ મહાસિદ્ધિને ધારણ કરનાર એવા તેમને ધનની પ્રાપ્તિ કંઈ અસાધ્ય ન હતી, પરંતુ ચારિત્ર-ધનની રક્ષા કરતા તેમને અદત લેવાનું ન હતું. પછી વદ્ધકિ રત્ન વડે ચક્રવતીની જેમ સૂત્રધાર (સુતાર ) પાસે તેમણે પ્રધાન કાષ્ઠથી જિનમંદિરને તરત ઉદ્ધાર કરાવ્યા એટલે તેમના હાથે પડેલ વાસક્ષેપના પ્રભાવથી અગ્નિ તે મંદિરને બાળી શક્યો નહિ. કારણ કે અમૃતના નિધાનરૂપ તેમનો મંત્ર પ્રગટ હોવાથી તે સમર્થ ન થાય, પણ બુઝાઈજ જાય. પછી વશમાં તીર્થનાથના મોક્ષ થકી અગીયાર લાખ, પંચાશી હજાર, છસેં ને છયાશી વર્ષો જતાં કાષ્ઠ જંતુઓને લીધે તે ચિત્યના કાષ્ઠ જીર્ણ અને જર્જરિત શ્યા. એટલે અંબડની જેમ શ્રીમાનું રાણાએ પત્થરનું ચણાવીને તેને પુનરૂદ્ધાર કર્યો. એકદા પિતાના આયુષ્યની પ્રાંતસ્થિતિ જાણીને જિન સિદ્ધાંતરૂપ નાવના કર્ણધાર (સુકાની) સમાન એવા શ્રી વિજયસિંહસૂરિ અનશન લઈને સ્વર્ગે ગયા. તેમના વંશમાં અદ્યાપિ પ્રભાવક આચાર્યા ઉદય પામે (ઉપ્તન્ન થાય) છે, કે જેમના પ્રસરતા અસાધારણ તેજથી જિનશાસન જ્યવંત વતે છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust