________________ ( 74) !: શ્રી પ્રભાવક ચરિત્ર અહીં અંબાદેવી ગયા પછી વિપ્રને કોપ ઉતરી ગયું અને તે પશ્ચાત્તાપ કરવા લાગ્યા. ત્યાં ઘરમાં કોઈને પણ જણાવ્યા વિના તે તેની પાછળ પાછળ ચાલી નીકળ્યો. જતાં જતાં તે રેવતાચલપર આમ્રવૃક્ષ પાસે આવ્યો ત્યાં ત્રણેને મરણ પામેલ જોઈને પોતાની નાસિકા મરડતાં અને પોતાના પ્રત્યે આંગળી કરતાં તે ચિંતવવા લાગ્યો કે –“હત્યાના દોષથી લિપ્ત થયેલ હું હવે કેમ જીવતો રહું? માટે ભગવંતના ચરણથી પવિત્ર થયેલ આ પર્વત પરજ મરણ પામવું ઉચિત છે. જે એમની ગતિ તેજ મારી ગતિ થાઓ. અહીં વધારે પ્રલાપ કરવાથી શું?” એમ ધારીને તે એક ભયાનક કુંડમાં પડયે. એટલે વ્યંતર થઈને તે દેવીના વાહનરૂપ સિંહપણુને પામ્યો. તે અંબાદેવી અદ્યાપિ એ ગિરિપર શ્રી નેમિનાથના તીર્થમાં ભક્ત જનોને સહાય કરે છે. હવે શ્રી વિજયસિંહસૂરિ ત્યાં તીર્થનાથને અષ્ટગે પ્રણામ કરી તીર્થોપવાસપુર્વવક ભગવંતની સ્તુતિ કરવા લાગ્યા. એટલે અનુપમ ચારિત્રના નિધાનરૂપ તે ગુરૂ મહારાજને જોતાં અંબિકાદેવીએ રાત્રે પ્રગટ થઈને તેમના ચરણમાં નમસ્કાર કર્યા ત્યારે ગુરૂ કહેવા લાગ્યા કે –“હે અંબા ! તું પૂર્વ ભવમાં દ્વિજ પત્ની હતી. ત્યાં પતિથી પરાભવ પામતાં, જિનેશ્વરના ચરણ-કમળનું સ્મરણ કરીને દેવી થઈ. એટલે તારી પાછળ તારા પતિની પણ તેજ દશા થઈ.” એ પ્રમાણે ગુરૂનું વચન સાંભળતાં તે હર્ષિત થઈને કહેવા લાગી કે –“હે ભગવન્! મને કંઈક આજ્ઞા કરો.” - ત્યારે ગુરૂ બાલ્યા–“હે ભદ્ર! અમારે નિઃસ્પૃહને શું કામ હોય?” એટલે તેમના નિ:સ્પૃહપણાથી અધિક સંતુષ્ટ થયેલ તે બહ માનથી કહેવા લાગી કે–“હે વિશે ! ચિંતિત કાર્યને કરનાર એવી આ ગુટિકાને તમે ગ્રહણ કરે એને મુખમાં ધારણ કરતાં મનુષ્ય, દષ્ટિને અગોચર, આકાશગામી, રૂપાંતર કરનાર, કવિતાની લબ્ધિ પામનાર વિષગ્રસ્તને વિષરહિત કરનાર તથા પોતાની ઈચ્છાનુસાર અવશ્ય ગુરૂ-લઘુતાને પામી શકે છે અને તેને મુખથકી બહાર કહાડતાં તે સહજ રૂપમાં આવી જાય છે.” એમ સાંભળી તે ગુટિકા લેવાની ઈચ્છા ન હોવા છતાં દેવી તે ગુટિકા ગુરૂના હાથમાં મૂકીને અદશ્ય થઈ ગઈ. એટલે ગુટિકા મુખમાં રાખતાં ગુરૂ મહારાજે પ્રથમ, નેમિક માહિતધિયા” ઈત્યાદિ અમરવાક્ય સમાન કાવ્યોથી શ્રી નેમિનાથનું સ્તવન રચ્યું. એ શ્રી નેમિસ્તુતિ અદ્યાપિ વિદ્યમાન છે. પછી શ્રી આચાર્ય મહારાજ તીર્થયાત્રા કરીને ભૃગુપુર નગરમાં આવ્યા. એટલે શ્રી સંઘે પ્રવેશ મહત્સવથી તેમનું બહુમાન કર્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust