________________ ( 72 ) શ્રી પ્રભાવક ચરિત્ર: એક દિવસ શ્રીવીરપ્રભુની સમક્ષ તે દેવીએ ઉત્તમ નાટક કર્યું. તે જોઈને શ્રી સુધર્માસ્વામીએ ભગવંતને પૂછયું કે- હે ભગવાન ! આ શું ?' ત્યારે સર્વજ્ઞ પ્રભુએ તેની આગળ તે દેવીના પૂર્વ ભવનો બધો વૃત્તાંત કહી સંભળાવ્યા. અને પુન: જણાવ્યું કે– આ ભવથી ત્રીજે ભવે એ નિર્વાણપદને પામશે. વળી અત્યંત સુગંધિ પુષ્પ અને ફળોથી સુરમ્ય અને ઈતર નગરોને જીતનાર એવું આ ભૂગપુર નગર એના સામર્થ્યથી અભંગ રહેલ છે.” હવે પ્રાતદિન જિનપૂજા માટે સમસ્ત પુષ્પને વીણી લેતાં તે દેવી લોકોમાં ઈતર દેવના પૂજનમાં સંતાપકારી વિદન કરવા લાગી એટલે શ્રીસંઘની પ્રાર્થનાથી શ્રી આર્યસહસ્તસૂરિના શિષ્ય શ્રીમાનું કલહંસ સૂરિએ તેને સ્તંભીને તેમ કરતાં અટકાવી. પછી સંપ્રતિ રાજાએ એ તીર્થના ચૈત્યનો પુનઃ જોદ્ધાર કરાવ્યા ત્યાં મિથ્યાદષ્ટિ વ્યંતર ઉપસર્ગ કરવા લાગ્યા. એટલે શ્રીગુણસુંદરસૂરિના શિષ્ય કાલિન કાચા પોતાના વિદ્યા બળથી તે વ્યંતરોને પચીસ યોજન દૂર કર્યો, ત્યારબાદ શ્રી સિદ્ધસેનદિવાકર સૂરિથી પ્રતિબોધ પામીને વિક્રમાદિત્ય રાજાએ એ તીર્થ પર ઉદ્ધાર કર્યો. પૂર્વે શ્રીકાલીકસૂરિએ સમ્યગ્દર્શન માટે જે પ્રતિમા કરાવી હતી, આકાશમાં જતી તે પ્રતિમાને સિદ્ધસેન સૂરિએ અટકાવી. શ્રી વીર ભગવંત નિર્વાણ પામ્યા પછી ચારસેં ચોરાશી વર્ષે શ્રીમાન આર્ય ખપુટાચાર્ય થયા. તે વખતે તેમણે મિથ્યાષ્ટિ દેવતાઓથકી તથા બૈદ્ધ મતના વાદીઓ થકી અહીં શ્રીમુનિસુવ્રત સ્વામીના તીર્થનું રક્ષણ કર્યું. શ્રીવર્ધમાન સ્વામીના નિર્વાણ પછી આઠસેંપીસ્તાલીશ વર્ષ જતાં તુક રાજાઓએ વલ્લભીપુરનો ભંગ કર્યો અને ત્યાંથી ભૃગુપુરનો વિનાશ કરવા આવતા તેમને સુદર્શના દેવીએ અટકાવ્યા. શ્રીવીરનિર્વાણથી આઠમેં ચોરાશીવર્ષ જતાં તે મલ્લવાદી સૂરિએ હૈદ્ધો અને વ્યંતરોને પરાસ્ત કર્યા. શ્રીસાતવાહન રાજાએ એ તીર્થ પુનરૂદ્ધાર કરાવ્યો અને શ્રી પાદલિપ્તસૂરિ પાસે તેણે ત્યાં ધ્વજ-પ્રતિષ્ઠા કરાવી. તેમની આગળ પ્રત્યક્ષ થઈ, શ્રી મુનિસુવ્રત સ્વામી પ્રત્યે અસાધારણ ભક્તિને લઈ દિવ્ય શૃંગારને ધારણ કરતી સુદર્શના દેવીએ નાટક કર્યું. શ્રી આર્યખપુટાચાર્યના વંશમાં શ્રીવિજયસિંહસૂરિ થયા કે જે શમ, દમ, નિયમ, તપસ્યારૂપ લમીને નિવાસ કરવાના કમળ સમાન હતા. એકદા સંયમનો ઉદ્ધાર કરનાર એવા તે આચાર્ય મહારાજ, શત્રુંજય, ૨વતાચલ પ્રમુખ મુખ્ય તીર્થોપરના જિનેશ્વરેને વંદન કરવાની ઈચ્છાથી વિહાર કર્યો. તેઓ સારાષ્ટ્રમાં આવ્યા અને તીર્થસ્વામીના ધ્યાનમાં મનને લીન બના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust