________________ શ્રી વિજયસિંહરિચરિત્ર (71) પંચપરમેષ્ઠીરૂપ મંત્ર સંભળાવ્યો, એટલે તે તીર્થના ધ્યાનમાં લીન થયેલ શમળી બે પહોરમાં મરણ પામી. હવે સાગરના કિનારા પર દક્ષિણ ખંડમાં સિંહલ નામે દ્વીપ છે. ત્યાં કામદેવ સમાન રૂપવાન ચંદ્રશેખર નામે રાજા રાજ્ય કરતો હતો. રૂપમાં રતિ અને પ્રીતિને જીતનાર એવી ચંદ્રકાંતા નામે તેની રાણી હતી. શકુનિ તેમની સુદર્શના નામે પુત્રી થઈ. એવામાં એકદા ગુપુરથી વહાણ લઈને જિનદાસ નામે સાર્થવાહ ત્યાં આવ્યું તેણે ભેટ ધરીને રાજાને સંતુષ્ટ કર્યો. તે વખતે કોઈ વૈદ્યરાજે સુંઠ, તીખા અને પીપરનું તીવ્ર ચૂર્ણ રાજાને આપ્યું, તેમાંથી હેજ ચૂર્ણ ઉડયું. એટલે તે નાકમાં જતાં વણિકને બલાત્કારથી છીંક આવી, ત્યારે તેણે પ્રભાવ પૂર્ણ એવા પંચપરમેષ્ટી મંત્રનો ઉચ્ચાર કર્યો. જે સાંભળતાં રાજપુત્રીને મુચ્છ આવી અને તેને પૂર્વજન્મનું સ્મરણ થયું. આથી રાજાએ પૂછતાં તેણે પોતાના પૂર્વજન્મનો વૃત્તાંત પિતાને કહી સંભળા. પછી તે તીર્થને વંદન કરવાને ઉત્કંઠિત થયેલ રાજપુત્રીએ અત્યાગ્રહથી પિતાની અનુજ્ઞા માગી, છતાં રાજાએ તેને જવાની અનુમતી ન આપી. તેથી તેણે અનશન કરવાની પ્રતિજ્ઞા લીધી. એટલે અતિવલભ છતાં તેણે પોતાની પુત્રીને જિનદાસ સાર્થવાહની સાથે જવાની અનુજ્ઞા આપી ત્યારે અઢાર સખીઓ, સોળ હજાર પદાતિઓ, મણિ, કાંચ, રજત અને મોતીઓથી ભરેલા અઢાર વાહન, આઠ કંચુકી તથા આઠ અંગ રક્ષક–એ બધો પરિવાર સાથે લઈને તે સત્વર ચાલી નીકળી, અને ઉપવાસ કરતાં એક મહિને રાજસુતા તે તીર્થમાં આવી ત્યાં શ્રી મુનિસુવ્રત સ્વામીને વંદન કરીને તેણે ઓચ્છવ કર્યો, અને ભાગ્યવંતમાં મુગટમણિ સમાન એવી તેણે ભાન તથા ભૂષણ મુનિને વંદન કરી પછી કૃતજ્ઞપણાથી સાથે લાવેલ બધું ધન તેણે તે મુનિઓ આગળ ધરી દીધું એટલે નિઃસંગપણાથી અને ભવવિરક્તપણુથી તેમણે તેને નિષેધ કર્યો, ત્યારે કનક અને રત્નના દળથી તેણે તે જીર્ણ તીર્થનો ઉદ્ધાર કર્યો, ત્યારથી તે તીર્થ શકુનિકાવિહાર એવા નામથી પ્રસિદ્ધ થયું. પછી બાર વરસ દુસ્તપ તપ તપી પ્રાંતે અનશન લઈ મરણ પામીને તે દેશના નામે દેવી થઈ. એક લાખ દેવીઓના પરિવાર સહિત રહેતાં વિદ્યાદેવીઓ સાથે તેની મિત્રાઈ થઈ. વળી પૂર્વ ભવને યાદ કરીને તે દિવ્ય પુષ્પોથી જિનેશ્વરની પૂજા કરવા લાગી. એ નગરમાં તેણીની અઢાર સખીઓ દેવીપણાને પામી અને જંબુદ્વીપ સમાન વિશાળ ભુવનમાં તે રહેવા લાગી. વળી શ્રીમુનિસુવ્રત સ્વામીના ચરણ-કમળમાં એકતાન થયેલ દર્શન દેવી, મહાવિદેહ, નંદીવરાદિક તીર્થોમાં જિનપ્રતિમાને - સદા વંદન કરવા લાગી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust