________________ (6) શ્રી વિનયસિંદરિ–પ્રવંધ. ) લીer ટિકાસિદ્ધ શ્રી વિજયસિંહરિનું ચરિત્ર વચનમાં પણ શી રીતે આવી શકે? કે દર્શનમાત્રથી સંતુષ્ટ થયેલ અંબાદેવીએ જેમને ગુટિકા ના આપી આપી હતી. વૃદ્ધ અને પંડિતોના વચન સાંભળતાં તેને બરાબર સ્મૃતિમાં રાખવા સાવધાન એ હું અષ્ટ મહાસિદ્ધિના નિધાન એવા તે સૂરિનું કિંચિત્ ચરિત્ર કહીશ. રેવાનદીના કિનારા પર અશ્વાવબોધ નામે તીર્થ જયવંત વસે છે. ત્યાં એ ગુરૂ વિરાજમાન હતા એટલે પ્રથમ એ તીર્થને વૃત્તાંત કહેવામાં આવે છે. પૂર્વ મેરૂપર્વતના શિખર સમાન ઉન્નત કિલલાથી સુશોભીત અને સમસ્ત નગરના મુગટ તુલ્ય એવું શ્રીપુર નામે નગર હતું. તેના બાહ્ય ઉદ્યાનમાં બીજા તીર્થકર શ્રીમાન અજિતસ્વામી સમેસર્યા. ત્યારથી પ્રથમ તે તિર્થ તરીકે પ્રસિદ્ધ થયું. પછી પુષ્કળ કાળ વ્યતિત થતાં શ્રી ચંદ્રપ્રભ સ્વામી ત્યાં પધાયો. એટલે તે ઉદ્યાન એવા નામથી વિખ્યાત થયું. ફરી તે ક્ષીણ થઈ ગયું. એવામાં ભગ નામના મહર્ષિએ તેનો ઉદ્ધાર કર્યો, તેથી ભગુપુર એવા નામથી તે પ્રખ્યાત થયું. ત્યાં શત્રુરૂપ પતંગગણને દીપક સમાન અને કલિકાળની કલુષિત તામસ ભાવને દૂર કરવામાં પ્રવીણ એ જિતશત્રુ નામે એક સમર્થ રાજા થયો કે જેની કીર્તિરૂપ વંશનટી, ત્રણ જગતરૂપ સભ્યો આગળ, ચંદ્રકાંત મણિના કિરણરૂપ રજજુના વિસ્તારયુક્ત એવા મેરૂ ગિરિદ્રરૂપ વાંસપર નૃત્ય કરતી હતી. એકદા બ્રાહ્મણોના આદેશથી તે જિતશત્રુ રાજાએ ત્રણ ઓછા છમેં બકરા યજ્ઞમાં હેમ્યા. અંતિમ દિવસે તે બ્રાહ્મણે એક સારા (પટ્ટ) અશ્વને હોમવા માટે લઇ આવ્યા. ત્યાં રેવા નદીના દર્શનથી તે અશ્વને પૂર્વ ભવનું સ્મરણ થયું. એવામાં તે અશ્વને પિતાનો પૂર્વભવને મિત્ર જાણી શ્રી મુનિસુવત સ્વામી એક રાત્રિમાં એકસોવીશ ગાઉ ઓળંગી, માગે સિદ્ધપુરમાં ક્ષણભર વિશ્રાંતિ લઈ, પ્રતિષ્ઠાન નામના નગરથી ભૂગપુરમાં પધાર્યા અને ત્રીસ હજાર P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust