________________ શ્રી પાદલિપ્તસૂરિ ચરિત્ર. ( 7 ) આ ચરિત્રન અંદર ચેનિપ્રાભૃતકૃતમાં પ્રવીણ એવા શ્રીરૂદ્રદેવસૂરિ, નિમિત્ત વિદ્યાનમાં પ્રવીણ શ્રીશ્રમણસિંહ સુરિ, વિદ્યાસિદ્ધ શ્રાઆર્ય ખપૂટાચાર્ય તથા અતિશય પ્રસિદ્ધ અને સિદ્ધોપાધ્યાય શ્રીમહેંદ્રષિ આ ચાર અસાધારણ વિદ્યાસિદ્ધિ ત્રાષિઓના ચરિત્ર તે શ્રીપાદલિપ્તસૂરિના ચરિત્ર સાથે મેં વર્ણવ્યા. અહીં અજ્ઞાનથી જે કંઈ શેષ ચરિત્ર રહી ગયું હોય, તે ચરિત્રજ્ઞાતા પુરૂષ ક્ષમા કરે, શ્રી ચંદ્રપ્રભસૂરિના પટરૂપ સરેવરમાં હંસ સમાન તથા શ્રીરામ અને લક્ષમીના પુત્ર એવા શ્રીપ્રભાચંદ્રસૂરિએ પિતાના વિચાર પર લેતાં અને શ્રી પ્રદ્યુગ્નમુની સુધારીને શુદ્ધ કરેલ, પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રોહણાચલને વિષે શ્રી પાદલિપ્તસૂરિના ચરિત્રરૂપ આ પાંચમું શિખર થયું. પૂર્વ મહર્ષિઓના ચરિત્રરૂપ ક્ષેત્રમાં ચરવા (સંચરવા) થી અત્યંત તૃપ્ત થતાં મસ્ત થયેલ અને તેથી કુપથે ગમન કરતી મારી વાણીરૂપ ગાયને શ્રી પ્રદ્યુમ્નસૂરિ રૂ૫ ગવાળે અટકાવીને વશ રાખી. ઈતિ-શ્રીપાદલિપ્તસૂરિ-પ્રબંધ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust