________________ TI (48) શ્રી પ્રભાવક ચરિત્ર. મહારાજે ભવિષ્યને માટે શુભકારી એવો આદેશ આપ્યો. એટલે તેમણે શુભ લગ્ન અને મંગલ-મુહૂર્ત તે બાળકને દીક્ષા આપી. શિષ્યના પુણ્ય-પ્રભાવથી ગુરૂને હાથ તો ઉપાદાનરૂપ હોય છે. પછી તે ગ૭ના મંડનરૂપ એવા મંડન ગણિને, તે બાળ સાધુની શુશ્રુષા તથા અધ્યાપનને માટે આદેશ કર્યો. એટલે પોતાની પ્રતિભા શક્તિના પ્રભાવથી તે બાળસાધુ, અન્ય અભ્યાસીઓની આગળ જે પાઠ કહેવામાં આવતો હોય, તેને પણ પિતાના હદયમાં ધારી લેતા, તો સ્વઅધ્યયનની તે વાત જ શી કરવી ? એમ એક વર્ષમાં વ્યાકરણ, સાહિત્ય અને ન્યાયશાસ્ત્રાદિકમાં તે અસાધારણ પંડિત થઈ પડ્યા. તેમજ ગુણેને લીધે ઉત્તમતા પામી પુરૂષોમાં અદ્વિતીય અને બધાને આશ્ચર્ય પમાડતા એવા તે બાળમુનિ નવા નવા સમસ્ત લક્ષણેથી અધિક શોભવા લાગ્યા. એક દિવસે ગુરૂ મહારાજે તે બાળસાધુને કાંજી લાવવા માટે મોકલ્યા. એટલે વિધિપૂર્વક તે ગ્રહણ કરીને પાછા ઉપાશ્રયમાં આવ્યા અને અનાકુલપણે ઈર્યાવહી પૂર્વક આલોચના લેતાં તેઓ, પંડિતના હૃદયને કંપાવનાર આ ગાથા ગુરૂ સમક્ષ બોલ્યા " अंबंतवच्छीए अपुफियं पुप्फदंतपतीए / નવલાસિનિયં નવવધૂ દા હિછે ? . . એટલે—લાલ વસ્ત્રવાળી, ઋતુમાં ન આવેલ અને પુષ્પ સમાન દાંતવાળી એવી નવવધુએ ભારે પ્રમોદ પૂર્વક મને નવા ડાંગરની કાંજી આપી. એ પ્રમાણે સાંભળતાં ગુરૂએ ગરાગ્નિથી પ્રદિસ એવા પ્રાકૃત શબ્દમાં તેને જણાવ્યું કે–તું પત્ત એટલે પ્રલિપ્ત અર્થાત ગારરસથી લેપાઈ ગયેલ છે.’ ત્યારે તેણે ગુરૂને વિનંતિ કરી કે –“હે ભગવન આ૫ મારા પર અનુગ્રહ લાવીને મને શિષ્ય કરે. એટલે તેના પ્રજ્ઞાતિશયથી ગુરૂ મહારાજ ભારે સંતુષ્ટ થયા. પછી હૃદયના અટુલાસથી ઓતપ્રેત થયેલા ગુરૂ વિચાર કરીને તેની આગળ બોલ્યા કે પાદલિપ્ત તમે આકાશગામિની વિદ્યાથી વિભૂષિત થાઓ.” એમ કહીને દશમે વર્ષે ભારે ગોરવ પૂર્વક ગુરૂ મહારાજે તેમને તેજસ્વી પુરૂષના કષપટ્ટ સમાન એવા પિતાના પટ્ટ (પદ) પર સ્થાપન કર્યા. પછી એકદા ગુરૂ મહારાજે અસાધારણ અતિશયના નિધાનરૂપ એવા પાદલિત સૂરિને પ્રભાવના વિસ્તાર માટે અને શ્રી સંઘના ઉપકાર નિમિત્તે મથુરા નગરીમાં મોકલ્યા. એટલે ત્યાં કેટલાક દિવસ રહીને તે પાટલીપુરમાં ગયા, કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust