________________ શ્રીપાદલિપ્તસૂરિ ચરિત્ર. (47) * એટલે તેણે કુળદીપક પુત્રની યાચના કરી. આથી તે દેવીએ તેને આદેશ કર્યો કે–“હે વત્સ! સાંભળ-પૂર્વે નામિવિનમિ નામના વિદ્યાધરોના વંશમાં મૃતસાગરના પારંગામી કાલકસૂરિ થયા. એ વિદ્યાધર–ગ૭માં ખેલાદિક લબ્ધિ સંપન્ન અને ત્રિભુવનને પૂજનીય એવા આર્ય નાગહસ્તિસૂરિ વિદ્યમાન છે, જે તારે પુત્રની ઈચ્છા હોય તો તેમના પાદશોચનું જળપાન કર.” એમ સાંભળતાં પ્રભાતે ચૈત્ય થકી નીકળીને પ્રતિમા તેમના ઉપાશ્રયે ગઈ. ત્યાં પ્રવેશ કરતાં તેણે આચાર્યના ચરણ-કમળના ક્ષાલનનું જળપાત્ર હાથમાં ધારણ કરીને એક બાજુ ઉભા રહેલા એક સાધુને જોયા. એટલે પ્રાર્થનાપૂર્વક તેમની પાસેથી તે જળ લઈને તેણે હર્ષપૂર્વક પાન કરી લીધું. પછી ત્યાં આગળ જઈને તેણે સૂરિ મહારાજને વંદન કર્યું. એટલે ધર્મલાભરૂપ આશિષ આપતાં તે નિમિત્ત જોઈને ગુરૂ હસ્યા અને બોલ્યા કે–તેં અમારાથી દશ હાથ દૂર જળપાન કર્યું, તેથી તારો પુત્ર દશ એજનની આંતરે વૃદ્ધિ પામશે, પ્રભાવના સ્થાનરૂપ તે પુત્ર યમુના નદીના તીરે મથુરા નગરીમાં રહેશે, તેમજ બીજા મહા તેજસ્વી તારે નવ પુત્રો થશે.” ત્યારે પ્રતિમા કહેવા લાગી—હે ભગવન્ ! પ્રથમ પુત્ર મેં તમને અર્પણ કર્યો. તે ભલે આપની સેવામાં રહીને અંદગી ગાળે. કારણ કે તે દૂર રહે તેથી મને શું લાભ?” ગુરૂ બેલ્યા- હે ભદ્ર! તારે તે પુત્ર શ્રી સંઘ તથા પૃથ્વીને ઉદ્ધાર કરવામાં વરાહરૂપ અને બુદ્ધિમાં બહસ્પતિ સમાન થશે.” ' એમ ગુરૂનું વચન સાંભળતાં તેણે શકુનની ગાંઠ બાંધી લીધી અને સંતુષ્ટ થઈને ઘરે આવતાં તેણે તે વૃત્તાંત પોતાના પતિને નિવેદન કર્યો, પછી તે દિવસે નાગેન્દ્રના સ્વમથી સૂચિત તેણુને ગર્ભ રહ્યો અને તે ગર્ભને ઉચિત વર્તન કરતાં તેના મનોરથોની સાથે તે વૃદ્ધિ પામવા લાગ્યો, અને દિવસો પૂર્ણ થતાં તેણે એક સુલક્ષણયુક્ત પુત્રને જન્મ આપે કે જે રૂપમાં કામદેવ કરતાં અધિક અને તેજમાં સૂર્ય સમાન હતો. પછી વેચ્યાની પૂજા કરીને તેણે પિતાનો પુત્ર દેવીના ચરણે ધર્યો અને પછી ગુરૂના ચરણે મૂકીને પ્રતિમાઓ તે પુત્ર ગુરૂ મહારાજને અર્પણ કર્યો. ત્યારે ગુરૂ બોલ્યા–“આ બાળક અમારો થઈને વૃદ્ધિ પામો” એમ કહી તેમણે તેને તે પાછો સેં. એટલે અતિવાત્સલ્યથી તેમજ ગુરૂના ગૌરવથી પ્રતિમા શેઠાણી તેને ઉછેરવા લાગી. ભારે હર્ષપૂર્વક કુલ્લશ્રેષ્ઠીએ નાગૅક એવું તેનું નામ રાખ્યું. તે બાળક આઠ વરસને થયે, ત્યારે ગુરૂ મહારાજે આવીને તેને પોતાની પાસે લીધો. - હવે સંગમસિંહ સૂરિ નામે તેમના ગુરૂ ભાઈ હતા, તેમને આચાર્ય P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust