________________ ( 30 ) શ્રી પ્રભાવક ચરિત્ર. એ પ્રમાણે ગચ્છની વ્યવસ્થા કરીને આચાર્ય આર્યરક્ષિતસૂરિએ પ્રાંતકાળે અનશન આદર્યું અને ગીતાથ મુનિઓની સહાયતા મળતાં તે સ્વર્ગે ગયા. સર્વ અનુગને પૃથક કરવાથી તેમણે આગમ બોધની વિશેષ સરલતા કરી આપી. પછી શ્રી પુષ્પમિત્ર સૂરિ ગચ્છને પ્રવર્તાવવા લાગ્યા અને ગુરૂ કરતાં પણ તેમણે ગ૭ને અધિક સમાધિ ઉપજાવી. ત્યાં ગોષ્ઠામાહિલ વિરોધી થઈને સાતમો નિન્દવ થયો તેને વૃત્તાંત ગ્રંથાંતરથી જાણી લેવો. એ પ્રમાણે ત્રણ જગતને પાવન કરવામાં ગંગાજળ સમાન નિર્મલ અને વિચિત્ર તથા વંદનીય એવું શ્રીઆર્યરક્ષિત સૂરિનું ચરિત્ર તે નિરંતર વિબુધ જાના સાંભળવામાં આવતાં યાવચંદ્ર દિવાકરે જયવંત વૉ. શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપ સરેવરમાં હંસ સમાન તથા શ્રીરામ-લક્ષ્મીના પુત્ર એવા શ્રી પ્રભાચંદ્રસૂરિએ મનપર લેતાં શ્રી પ્રદ્યુમ્નાચાયે શોધીને શુદ્ધ કરેલ, શ્રી પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રેહણાચલને વિષે શ્રી આર્યરક્ષિત સૂરિના ચરિત્રરૂપ આ દ્વિતીય શિખર થયું. -- -- -- શ્રીમાન હરિભદ્રસૂરિ વિરચીત. ઘર્મબિન્દુ ગ્રંથ. ( આકૃતિ બીજી) (મૂળ અને મૂળ ટીકાનું શુદ્ધ સરલ ગુજરાતી ભાષાંતર સહિત) આ ગ્રંથના મૂળ કર્તા મહાનુભાવ શ્રી હરિભદ્રસુરિ કે જેઓ જૈન ઇતિહાસમાં ચૌદસેને ચુંમાલીશ ગ્રંથોના કર્તા તરીકે પ્રખ્યાત છે, તે મહાનુભાવ સંથકારે મુનિઓ અને ગૃહસ્થોના ધર્મ બતાવવાને માટે આ ઉપયોગી ગ્રંથની યોજના કરી છે જે વાંચવાથી વાચક જૈનધર્મના આચાર, વર્તન, નીતિ વિવેક અને વિનયના શુદ્ધ સ્વરૂપ સાથે તના રહસ્યને સારી રીતે સમજી શકે છે. મુનિ અને ગૃહસ્થ એ દ્રિપુટી જે આ ગ્રંથને આદંત વાંચે તો સ્વધર્મ-સ્વકર્તવ્યના યથાર્થ સ્વરૂપને જાણી પિતાની મનોવૃતિને ધર્મરૂપ કલ્પવૃક્ષની શીતળ છાયાની આશ્રિત કરી અનુપમ આનંદના સંપાદક બને છે. ટૂંકમાં કહેવાનું કે આ સંસારમાં પરમ શ્રેય માર્ગે જીવી મેક્ષ પર્યન્ત સાધન પ્રાપ્ત કરવાની શુભ ભાવના ભાવનાર મુનિએ તેમજ ગૃહસ્થ મહાનુભાવ હરિભદ્રસૂરિની પ્રતિભાને આ પ્રસાદ નિરંતર પ્રાપ્ત કરવા યોગ્ય છે. આ ગ્રંથ આપણી શ્રી જૈન શ્વેતાંબર કોનફરન્સની એજ્યુકેશન બે ધાર્મિક અભ્યાસક્રમમાં શાળા પાઠશાળાઓમાં ચલાવવા મંજુર કરેલ છે. ઉંચા ગ્લેઝ કાગળ ઉપર, સુંદર ગુજરાતી ટાઈપથી છપાવી, સુશોભિત પાકા કપડાની બાઈડીંગથી મજબુત બંધાવેલ હોવા છતાં કીંમત માત્ર રૂ. 2-0-0 કિંમત રાખેલી છે. પિસ્ટેજ જુદું. લખો * શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust