________________ ( 20 ) શ્રી પ્રભાવકચરિત્ર. અત્યંત કંટાળી ગયા એટલે તેમણે શ્રીવાસ્વામીને કહ્યું કે–“હે ભગવાન ! હજી કેટલું અધ્યયન બાકી છે?” ત્યારે ગુરૂ બોલ્યા–“તમારે પૂછવાની શી જરૂર છે? અભ્યાસ કર્યા કરે.” આથી તે પુન: અભ્યાસ કરવા લાગ્યા. પછી કેટલીક વખત વ્યતીત થયા બાદ તેમણે ગુરૂને ફરી પૂછયું. એટલે શ્રી વસૂરિએ કહ્યું કે– તમે તો હજી સરસવ જેટલું ભણ્યા છો અને મેરૂ જેટલું બાકી છે, માટે મારું એક વચન સાંભળો. સંબંધીઓના અ૯૫ મોહને લીધે તમે જે પૂર્વના અધ્યયનને તજવા ધારો છે, તે કાંજીથી દુધ, લવણથી કપૂર, કસુંબાથી કુંકુમ, ચણોઠીથી સુવર્ણ, ક્ષારભૂમિથી ર7ખાણ અને ધતુરાને બદલે ચંદનને ત્યાગ કરવા જેવું કરે છે. માટે અભ્યાસ કરે. ધૃતસાગરના મધ્ય ભાગને પામતાં સદ્દજ્ઞાન–શક્તિરૂપ રત્ન અનાયાસે ફળરૂપે પામી શકશે.” એમ સાંભળતાં કેટલાક દિવસ સુધી તેમણે ભારે પરિશ્રમથી અભ્યાસ કરવા માંડ્યો. એવામાં તેમના લઘુ બંધુએ માતા પાસે આવવાની પ્રેરણું કરી, એટલે પ્રયાસથી અત્યંત કંટાળી ગયેલા આર્યરક્ષિત મુનિએ વાસ્વામી પાસે અનુજ્ઞા લેતાં જણાવ્યું કે-“હે સ્વામિન્ ! સંબંધીના સમાગમ માટે ઉત્કંઠિત બનેલા આ સેવકને મોકલવાની કૃપા કરે. તેમને ભેટયા પછી હું અભ્યાસ કરવાને સત્વર આવીશ.” એ પ્રમાણે આર્ય રક્ષિતનું વચન સાંભળતાં તેમણે શ્રતમાં ઉપયોગ આપે, તેથી જાણવામાં આવ્યું કે—એ ફરી આવતાં મને મળી શકશે નહિ, કારણ કે મારૂં આયુષ્ય બહુજ અલ્પ છે. એટલે અભ્યાસ કરવાની જ એની યોગ્યતા છે. તેથી દશમું પૂર્વ તે અવશ્ય મારી પાસે જ રહી જશે, એમ ધારીને તેમણે કહ્યું કે–“હે વત્સ ! તું જા. તારૂં દુષ્કૃત મિથ્યા થાઓ. અત્યારે તારા જેવો ધીમા બીજે કઈ નથી. તેથી તેને અભ્યાસ કરાવવાની અમારી ઈચ્છા થઈ નહિ તે આટલી પ્રાપ્તિ ક્યાં થાય ? હવે માર્ગમાં તને કંઈ બાધા ન થાઓ.” એમ સાંભળી ગુરૂના ચરણે નમીને આર્ય રક્ષિત પિતાની જન્મભૂમિ તરફ ચાલ્યા, અને શુદ્ધ સંયમયાત્રા પૂર્વક અખંડિત પ્રયાણ કરી વિચરતાં વિચરતાં તે પિતાના બંધુ સહિત પાટલી પુત્ર નગરે આવ્યા. ત્યાં સાડા નવ પૂર્વ ભણુ આવેલા અને ગુણના નિધાન એવા તે પરમ હર્ષથી પિતાના ગુરૂ તસલિપુત્ર આચાર્યને મળ્યા. પછી તેમને આચાર્યપદે સ્થાપીને ગુરૂ સ્વર્ગે ગયા. ત્યાંથી આરક્ષિત સૂરિ દશપુર નગરમાં ગયા, એટલે ફલ્યુરક્ષિત મુનિ આગળથી પોતાના આવાસમાં આવીને કહેવા લાગ્યા કે—“હે માતા ! હું તને વધાવું છું ! તમારો પુત્ર ગુરૂ થઈને આવ્યા.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust