________________ શ્રી આરક્ષિતસરિ-ચરિત્ર. (19) તાપરૂપ ફળ મળ્યું. હૃદયને આનંદ આપનાર, ધીમાન, તથા શીલવડે શીતલ એવા આર્યરક્ષિત સમાન પુત્રને મંદબુદ્ધિવાળી મેં હાથે કરીને મોકલી દીધો. આ તે ઉદ્યોતની ઈચ્છા કરતાં મને અંધકારની પ્રાપ્તિ થઈ એ આશ્ચર્ય જેવું થયું, માટે તેને બોલાવવા માટે હવે ફશુરક્ષિતને મોકલું.” એમ ધારીને તેણે સરલ એવા સમદેવ પુરોહિતને પૂછયું ત્યારે તે બેલ્યો કે--“હે ભદ્ર! તારૂ કરેલ મારે પ્રમાણ છે. માટે તને ચગ્ય લાગે, તેમ કર.” પછી તેણે પિતાના બીજા પુત્રને મોકલતાં ભલામણ કરી કે--“હે વત્સ! તું તારા ભાઈ પાસે જા અને મારું કથન તેને નિવેદન કર કે, માતાએ તેને બંધુ સમાગમથી રહિત કરીને મેહ તજા, પરંતુ વાત્સલ્ય–ભાવને તો જિનેવરોએ પણ માન્ય કરેલ છે, કારણકે ગર્ભમાં રહેતાં પણ શ્રીવીર પ્રભુએ માતાની ભક્તિ સાચવી. માટે હવે સત્વર:આવીને માતાને તારૂં મુખ બતાવ; નહિ તે મારે પણ તારા માર્ગને આશ્રય લે પડશે અને તે પછી તારા પિતા તેમજ પુત્ર, પુત્રી વગેરેને માટે પણ એજ રસ્તો છે. વળી કદાચ તારે નેહ-ભાવના ન હોય, તો ઉપકારબુદ્ધિથી એકવાર હર્ષપૂર્વક આવીને મને કૃતાર્થ કર. હે વત્સ! માર્ગ અને દેહમાં યત્નયુક્ત થઈને તું જા અને એ પ્રમાણે કહેજે. તારા શરીરના ભાગ્યપર અમે જીવનારા છીએ.” એમ માતાનું વચન સાંભળતાં નમ્ર ફશુરક્ષિતે પોતાના બંધુ પાસે જઈને જનનીનું કથન તેને કહી સંભળાવ્યું કે–માતાને વિષે વત્સલ આવો તારા જેવો બંધુ કોણ હશે? કારણ કે કુળ લજજાને લીધે તારા પિતાએ તો મને કંઈ પણ આક્રોશ-વચન સંભળાવ્યું જ નથી. તે હે વત્સ! ત્યાં સત્વર ચાલ અને તારૂં સ્વચ્છમુખ મને બતાવ, કે તારા દશનામૃતથી તૃપ્ત થયેલ હું તૃષ્ણા રહિત થાઉં. હે બંધ ! આપણું માતા રૂદ્રમાએ મારા મુખથી તને એ પ્રમાણે કહેવરાવ્યું છે. માટે પ્રસાદ લાવીને હે માતૃવત્સલ ! તું સત્વર ચાલ.” બંધનું એ વચન સાંભળતાં આર્યરક્ષિત મુનિ વૈરાગ્યથી કહેવા લાગ્યા કે— “હે ફશુરક્ષિત ! આ ક્ષણભંગુર સંસારમાં મેહ કે? અથવા તો કો સુજ્ઞ પિતાના અધ્યયનમાં અંતરાય કરે? અસાર વસ્તુને બદલે સારી વસ્તુને ત્યાગ કરવાની કોઈ ઈચ્છા ન કરે. તું જે મારા પર સ્નેહ ધરાવતા હોય, તો મારી પાસે રહે અને તે દીક્ષા વિના ન રહેવાય તેમ હોવાથી તે દીક્ષા ધારણ કરી લે.” ત્યારે તેણે તે પ્રમાણે કબુલ કરતાં આર્યરક્ષિત મુનિએ પિતાના બંધને તરત દીક્ષા આપી, કારણ કે સારા કામમાં કેણ વિલંબ કરે ? હવે આર્ય રક્ષિત પિોતે ભારે બુદ્ધિશાળી છતાં જવિક-અધ્યયન પાઠથી તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust