________________ શ્રી નજીસ્વામી ચરિત્ર. લીને વજમુનિએ તે પાદદકને વંદન કર્યું, આવા તેનાવિનયને જોતાં ગુરૂએ અત્યંત હર્ષપૂર્વક તેમની સામે જોયું. પછી “વૈયાવૃત્યાદિકમાં આ લઘુ મુનિની અવજ્ઞા ન થાય” એમ વિચારીને ગુરૂએ શિષ્યોને કહ્યું. કે–“હવે અમે વિહાર કરીશું.” એમ સાંભળતાં મુનિઓ કહેવા લાગ્યા–“હે પ્રભો ! અમને વાચના કેણ આપશે ? " ગુરૂ બાલ્યા–આ વજમુનિ તમને વાચા આપીને સંતોષ પમાડશે.” એટલે તેમણે વિચાર કર્યા વિના ગુરૂનું વચન કબુલ કર્યું. અહા ! એવા સ્વગુરૂભક્ત શિષ્યોને વારંવાર નમસ્કાર છે. પછી પડિલેહણ કરીને તે મુનિઓ વમુનિ પાસે આવ્યા, એટલે તેમણે તેમને વાચા આપવાને પ્રારંભ કર્યો, વિના પ્રયાસે તેમણે શાસ્ત્રનું રહસ્ય એવી રીતે સમજાવવા માંડયું કે મંદબુદ્ધિ પણ જે સહેલાઈથી સમજી શકે. હવે કેટલાક દિવસ પછી આચાર્ય મહારાજ ત્યાં આવ્યા એટલે મુનિઓ તેમની સન્મુખ ગયા. ગુરૂએ વાચના સંબંધી બધે વૃત્તાંત પૂછો ત્યારે તે બધા સાથે મળીને કહેવા લાગ્યા કે આપ પૂજ્યશ્રીના પ્રસાદથી અમને વાચનાનું ભારે સુખ થઈ પડયું. તે હવે સદાને માટે જ મુનિજ અમારા વાચનાચાર્ય થાઓ. એમ સાંભળતાં ગુરૂ બાલ્યા–એમ ધારીને એ મુનિના અભુત ગુણગરવ તમને જણાવવા માટે જ મેં વિહાર કર્યો હતો. અહીં ગુરૂના આગમન સુધીમાં વજ મુનિએ તપસ્યા વિધાનથી સંશુદ્ધિ યુકત વાચનાપૂર્વક આગમને અભ્યાસ કરી લીધો. પછી ગુરૂ પિતે દશપુરમાં જઈ વજા મુનિને શેષ શ્રતને અભ્યાસ કરવા માટે અવંતીમાં આદર સહિત શ્રી ભદ્રગુપ્તસૂરિ પાસે મોકલ્યા. ગુરૂની આજ્ઞાથી ત્યાં જતાં તેમણે રાત્રે નગરની બહાર નિવાસ કર્યો. એવામાં અહીં ગુરૂએ હર્ષપુર્વક પિતાના શિષ્યોને સ્વપ્નની વાત જણાવી કે– દુગ્ધપૂર્ણ મારું પાત્ર કઈ અતિથિ આવીને પી ગયે. તેથી સમસ્ત દશપુવનો અભ્યાસ કરનાર કોઈ આવશે.” એમ તે બોલતા હતા, તેવામાં જ મુનિ તેમની સમક્ષ આવી વંદન કરીને ઉભા રહ્યા. એટલે ગુરૂએ તેમને પોતે ભણેલ સમગ્ર કૃતનો અભ્યાસ કરાવ્યા. અનુક્રમે અભ્યાસ કરાવીને ભદ્રગુપ્તસૂરિએ તે સિદ્ધાંતની અનુજ્ઞા માટે તેમને પુનઃ ગુરૂ પાસે મોકલ્યા. એવામાં પૂર્વભવના મિત્ર દેએ જ્ઞાનથી જાણુને વામુનિની આચાર્ય પ્રતિષ્ઠા અવસરે અદ્ભુત મહોત્સવ કર્યો. ત્યાં શુભ લગ્ન ગુરૂ મહારાજે સર્વે અનુયેગની અનુજ્ઞા આપી અને પ્રમેદપૂર્વક સર્વ જિનેશ્વરેના તેજ-તત્વને તેમનામાં સ્થાપન કર્યું. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust