________________ (8) શ્રી પ્રભાવચરિત્ર. ' મહારાજ એક વિશાળ ગિરિગુહામાં બેસી રહ્યા. એમ ઘોર ઘનાઘન કઈ રીતે વિરામ ન પામે, એટલે જ્ઞાન ધ્યાનથી તૃપ્ત થયેલા મુનિઓ ઉપવાસી થઈને રહેવા લાગ્યા. તે વખતે જગત–જીવનના પોષણને માટે શંકા પામેલ સૂર્ય પણ વિશ્વમાં રસની સ્થાપના કરવા માટે પ્રગટ રીતે ઉદય પામ્ય, એવામાં સાગરમાંથી જળ લાવીને પૃથ્વીને પૂરી દેવા પછી મેઘ પણ માગના શ્રમથી પથિક જેમ વિસામો લે, તેમ તે વિરામ પાપે, એટલે વજમુનિના સુંદર વ્રતથી સંતુષ્ટ થયેલા દેવતાઓએ વણિક બનીને પારણા માટે તેને નિમંત્રણ કર્યું, એટલે ત્રણ એષણામાં ઉપયોગ રાખનાર અને આહારમાં આદર રહિત એવા વજામુનિ ગુરૂની અનુમતિ લઈને ત્યાં આહાર હરવા ગયા. તે વખતે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવનો તેમણે ઉપગ દીધો. તે દ્રવ્યથી કોળાને પાક જેવામાં આવ્ય, ક્ષેત્રથી માલવ દેશ હતો, અને કાળ ગ્રીષ્મઋતુ હતી, પણ ભાવનો વિચાર કરતાં તે દેવતા નીવડયા. તેમના ચરણન્યાસ પૃથ્વીતલને સ્પર્શ કરતા ન હતા અને તેમની પુષ્પમાળા અશ્લાન હતી. આથી વજમુનિ વિચારવા લાગ્યા કે –“અમે ચારિત્રધારીઓને દેવપિંડ કપે નહિં, એમ ધારી તેમણે આહારને નિષેધ કર્યો. તેથી દેવ પરમ હર્ષને પામ્યા અને પિતે પ્રગટ થઈને, સવૃત્તના તેજથી સૂર્ય સમાન દેદીપ્પમાન એવા વજમુનિને તેમણે વંદન કર્યું. પછી ગુરૂ મહારાજ સાથે તેમણે અન્યત્ર વિહાર કર્યો. એવામાં એકદા પ્રથ મની જેમ તે દેવેએ વજ મુનિને ઘેબરનું નિમંત્રણ કર્યું. ત્યાં પણ જ્ઞાનોપયોગથી તેમણે નિષેધ કર્યો એટલે દેવોએ પ્રસન્ન થઈને તેમને આકાશગામિની વિદ્યા આપી કારણ કે તેવા ભાગ્યવંત સત્પરૂષને જગતમાં કાંઈ દુર્લભ નથી. ' હવે એક દિવસે શ્રીગુરૂ મહારાજ થંડિલભૂમિએ ગયા અને શુભ એષણામાં ઉપગવાળા એવા ગીતાર્થ મુનિઓ બધા ગોચરીએ ચાલ્યા ગયા હતા. એટલે વા મુનિને અવકાશ મળે તેથી બાલ્યભાવની ચપળતાથી તેમણે બધા મુનિ એના ઉપકરણે નામવાર ભૂમિપર સ્થાપન કરી, ગુરૂએ સ્વમુખે પ્રકાશેલ એવા શ્રુતસ્કંધના સમૂહની મહાઉદ્યમથી પ્રત્યેક વાચના આપવી શરૂ કરી. એવામાં શ્રીમાન સિંહગિરિ મહારાજ વસતિની નજીકમાં આવ્યા અને મેઘના જેવો વામુનિને ગંભીર શબ્દ તેમના સાંભળવામાં આવ્યો જે સાંભળતાં તેમણે વિચાર કર્યો કે“શું મુનિએ આવીને આ શાસ્ત્રાધ્યયન કરે છે ?" ત્યાં એક વા મુનિના શબ્દો ધારીને તેમને ભારે સંતોષ થયે. તરતજ તેમણે ચિંતવ્યું કે-“અહો આ ગ૭ ધન્ય છે કે જ્યાં આવા બાળમુનિ પંડિત છે.” પછી આ વામુનિ ભ ન પામે એમ ધારી તેમણે ઉંચા અવાજે નિરિસહીને ઉચ્ચાર કર્યો એટલે ગુરૂનો શબ્દ સાંભળતાં જ મુનિ પણ ઉપકરણોને યથાસ્થાને મુકીને લજજા અને ભય પામતા તે ગુરૂની સન્મુખ આવ્યા, અને તેમના ચરણ પુંછ, પ્રાસુક જળથી પખા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust કાયા