________________ શ્રી પ્રભાવચરિત્ર. કરનાર એવા ધનગિરિ મુનિ, રૂદનથી વિરામ પામેલ અને ભારે સંતુષ્ટ થયેલા તે બાળકને સુનંદાને બતાવી, પોતાની ઝોળીમાં નાખી, ગૃહાંગણથી બહાર નીકળતાં ભારથી ભુજાને વાંકી વાળતા તે ગુરૂ મહારાજની પાસે આવ્યા. એવામાં વાંકા વળીને આવતા તેમને જોતાં ગુરૂ તેમની સન્મુખ આવ્યા અને તેમની ભુજામાંની ઝોળી ગુરૂએ પોતાના હાથમાં લઈ લીધી, એટલે તેમાં વજન લાગવાથી ગુરૂ બાલ્યા–“હે મુનિ ! આ વા જેવું તમે શું લાવીને મારા હાથમાં મૂક્યું ? મેં તે હાથમાંથી એને મારા આસન પર મૂકી દીધેલ છે.” એમ કહીને ગુરૂએ, સાધુઓના મુખરૂપ ચંદ્રકાંત મણિને અમૃતસ્ત્રાવના કારણરૂપ અને ચંદ્રમા સમાન કાંતિવાળા તે બાળકને જે. એટલે ગુરૂએ તે બાળકનું વજ એવું નામ આપ્યું અને સાધ્વીઓના ઉપાશ્રયમાં તે શ્રાવિકાઓને સે. પછી પોતે ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા.* હવે ગુરૂભક્તિ અને તે બાળકના ભાગ્ય-સૈભાગ્યથી વશ થયેલ શ્રાવિકાઓ, દુગ્ધપાન વિગેરે શુશ્રુષાથી, પોતાના બાલક કરતાં પણ અધિક વાત્સલ્ય લાવીને વજાને ઉછેરવા લાગી અને રાત્રે સાધ્વીઓના ઉપાશ્રયમાં વસ્ત્રનું પારણું બાંધીને તેમાં તેને આનંદપૂર્વક ઝુલાવતી હતી. ત્યાં રહેતાં તે વિચક્ષણ બાળક, સાધ્વીએ વારંવાર આવૃત્તિ કરેલ અગીયારે અંગ સાંભળીને શીખી ગયે. પછી તે કંઈક વિશેષ આકારથી સુશોભિત થયેલ બાળકની પરિચય કરવા માટે સુનંદા પણ ત્યાં આવી, અને તે બાળકને જોતાં તેના પર તેને મેહ ઉત્પન્ન થયે. એટલે તેણે સાધ્વીઓ પાસે પ્રાર્થના કરી કે–આ બાળક મને આપે.’ ત્યારે સાધ્વીએ બેલી–વસ્ત્ર અને પાત્ર સમાન આ ગુરૂની થાપણ કહેવાય, તો અમારાથી એ બાળક તને કેમ આપી શકાય? તારે અહીં આવીને જ એ બાળકનું લાલન પાલન કરવું, પરંતુ ગુરૂની અનુમતિ વિના એને તારે પોતાના ઘરે ન લઈ જા.' " એવામાં એકદા ગુરુ મહારાજ ત્યાં આવ્યા. એટલે સુનંદાએ ગૃહસ્થની જેમ પતિની પાસે પોતાના બાળકની માગણી કરી. ત્યારે ધનગિરિ મુનિએ તેને સમજાવતાં કહ્યું કે- “હે ધર્મ ! રાજાના આદેશની જેમ, સજજન પુરૂષના વચનની જેમ અને કન્યાના દાનની જેમ મહાજને એકજ વચની હોય છે; પરંતુ બાળકના વસ્ત્રની જેમ તેઓ વચન સ્વીકારીને મૂકી દેતા નથી, અથવા તો તે ભદ્રે ! તું વિચાર કર કે આ બાબતમાં આપણું સાક્ષીઓ પણ છે.” - એમ મુનિએ સમજાવ્યા છતાં નિર્વિચારપણે તેણે જ્યારે પોતાને કદાગ્રહ ન મૂક; ત્યારે સંઘના પ્રધાન પુરૂષોએ તેને મધુર વચનથી બહુ બહુ સમજાવી છતાં તે વચનનો સ્વીકાર ન કરતાં સુનંદા રાજાની પાસે ગઈ, એટલે રાજાએ સંઘ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust