SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વજીસ્વામી ચરિત્ર. સુનંદાના સંબંધીએ આનંદપૂર્વક પુત્રને જન્મ-મહોત્સવ પ્રવર્તા, કે જે બાળકને જેવાથી દેવતાઓ પોતાના અનિમિષપણાને સાર્થક માનવા લાગ્યા. એવામાં મહોત્સવ વખતે કોઇએ બાળકને ઉદ્દેશીને કહ્યું કે “હે બાલ! જે તારા પિતાએ દીક્ષા લીધી ન હોત, તો આ મહોત્સવમાં ભારે આનંદ આનંદ ઉછળી રહેત.” એ પ્રમાણે સાંભળતાં પૂર્વના દેવભવના જ્ઞાનાંશથી તે બાળક સંસીની જેમ વિચારવા લાગ્યું કે –“અહો ! મારા પિતાએ ચારિત્ર લીધું, તેથી તે મહા ભાગ્યશાળી કહેવાય. વળી મારે પણ સંયમથીજ ભવને નિસ્તાર થશે.” એમ ધારી તેમાં તેણે બાળપણાને ઉચિત રૂદનરૂપ ઉપાય શોધી કહાડ્યો, અને રેવાનું શરૂ કર્યું, તે અનેક રીતે બોલાવતાં, સ્નાન કે અંગ દાબતાં, અશ્વ કે હાથી બતાવતાં અને બીજા પણ અનેક કૌતુકથી લોભાવતાં પણ છાને ન રહ્યો. કારણ કે જે સ્પટનિદ્રાથી જાગતા સુતો હોય, તે કેમ બેલે? ત્યારે સુનંદા કંટાળીને ચિંતવવા લાગી કે –“આ બાળક તો સર્વ રીતે દષ્ટિને આનંદ આપે તેવો છે, પરંતુ મોટેથી રૂદન કરીને એ જે કંટાળો આપે છે, તેથી મારું મન ભારે દૂભાય છે. એ રીતે છસો વર્ષ તુલ્ય છ મહિના વ્યતીત થઈ ગયા. એવામાં સિંહગિરિ ગુરૂ વિચરતા વિચરતા તે નગરમાં પધાર્યા. ત્યાં ગોચરીને માટે જતા એવા ધનગિરિ મુનિને તેમણે પક્ષીઓના શબ્દજ્ઞાનના નિમિત્તથી જાણુને કહ્યું કે—“હે મુનિ ! આજે સચિન, અચિત કે મિશ્ર જે કાંઈ દ્રવ્ય (વસ્તુ) મળે, તે સર્વ વિચાર કર્યા વિના તમારે લઈ લેવું. 5 ::; , ' ગુરૂનું એ વચન માન્ય કરીને ધનગિરિ મુનિ આર્યસમિત સહિત, પવિત્ર બુદ્ધિથી પ્રથમ જ સુનંદાના ઘરે ગયા. ત્યાં તેમને ધર્મલાભ શબ્દ સાંભળતાં કેટલીક સખીઓ આવીને સુનંદાને કહેવા લાગી–આ ધનગિરિ મુનિને તું પુત્ર આપી દે.” એટલે તે પ્રથમથી જ ભારે કંટાળી ગઈ હતી, તેથી પુત્રને છાતી પર લઈને સુનંદા કહેવા લાગી—“આ રૂદન કરતા તમારા પુત્રે મને આકુળ વ્યાકુળ કરી મૂકી છે, માટે એને લઈને તમે તમારી પાસે રાખે, તેમ કરતાં જે એ સુખી રહેશે, તે તેટલેથી જ હું સંતોષ પામીશ.' ત્યારે ધનગિરિ મુનિ સ્પષ્ટ રીતે બોલ્યા–“હે ભદ્રે ! મારા પુત્રને ગ્રહણ કરીશ, પરંતુ સ્ત્રીનું વચન પંગુની જેમ બરાબર ચાલતું નથી, તે ભવિષ્યમાં કઈ પ્રકારનો વિવાદ થવા ન પામે, તેને માટે આ બાબત સાક્ષીઓ રાખવાની જરૂર છે. બસ, હવે આજથી તારે પુત્રને માટે કાંઈ કહેવું નહિં.' , , સુનંદા બહુ કંટાળી ગઈ હતી, તેથી તેણે કહી દીધું કે આ બાબતમાં આર્યસમિત મુનિ અને આ મારી સખીઓ સાક્ષી છે. હવે પછી હું કંઈ પણ બોલવાની નથી. એટલે પાપના બંધરહિત તથા રાગાદિ આંતર શત્રુને દૂર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy