________________ શ્રી પ્રભાવચરિત્ર. કરો. શુ તે લક્ષ્મીપતિ ? કે પ્રદીપ? ના એ તે શ્રી પાર્શ્વનાથ ભગવંત સમજવા. કારણકે કૃષ્ણ દશ દશાર્ણયુકત હતા અને કાજળ સમાન રમણીય કાંતિવાળા પણ હતા. તેમ દીપક પણ દશા-વાટયુકત અને અંજનયુક્ત હોય છે. માટે સમાનતા ઘટિત છે. જેમની વાણીરૂપ ગોત્રજ ભવ્યરૂપ ગોચરમાં ચરી–સંચરી કલ્યાણરૂપ અમૃતદુધથી પાત્રને ભરી દે છે એવા ગોપતિ (વાળ) રૂપ શ્રી વર્ધમાનસ્વામી તમારું રક્ષણ કરે. ચાદ પૂર્વ અને દ્વાદશાંગીથી પ્રમોદ પમાડનાર વિબુધ કે દેવને પૂજનીય અને બહુ પાદ-ચરણના ઉદયયુક્ત એવી વાણુની જેમણે રચના કરી, તે શ્રી ગામ સ્વામીને હું સ્તવું છું. જેમના પ્રસાદથી સત્પદો અને અર્થ (ધન) ની સંપત્તિ પ્રાપ્ત થાય છે, તે જીવને સંજીવની ઔષધિરૂપ એવી ભારતી અને લક્ષ્મીને હું નમસ્કાર કરું છું. જેમણે આપેલ એક અર્થરૂપ કોટિગણી વૃદ્ધિને પામે, તે શ્રી ચંદ્રપ્રભસૂરિ મહારાજને હું અનુણી શી રીતે થઈ શકું? જે મિથ્યા આદર આપવામાં તત્પર રહી પરના દોષને પોતે ગુણરૂપ બનાવીને અમને દોષમાં રાખે છે. (દૃષથી અજ્ઞાત રાખે છે), તે સજજન સ્તુતિપાત્ર શી રીતે હોઈ શકે? અથવા તે પરની સ્તુતિ કરવામાં આદર રહિત એવા દુર્જનો શું સ્તુતિપાત્ર છે? કે જેઓ પરદેષથી અભ્યાસી બની અવસરે બીજાને ઉત્તેજીત કરે છે. - આ કળીયુગમાં પૂર્વે યુગપ્રધાન શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે કુમારપાલ વિગેરે રાજાને પ્રતિબંધ પમાડવા માટે ત્રેસઠ શલાકા પુરૂષના ચરિત્ર વર્ણવી બતાવ્યા છે, તેની સાથે શ્રુત કેવલીઓ, દશ પૂર્વધારીઓ અને શ્રી વાસ્વામીનું ચરિત્ર પણ તેમણે બનાવેલ છે. તેમના નામરૂપ મંત્રનું ધ્યાન કરી, તેમના પ્રસાદથી ભાવના જાગ્રત થતાં, શ્રી વજાસ્વામી અને તેમની પછીના શાસનની ઉન્નતિ કરનાર એવા કેટલાક પ્રભાવક આચાર્યોના ચરિત્રો કે જે બહુશ્રુત મહાત્માઓ તેમજ પૂર્વના ગ્રંથેમાંથી કંઈક સાંભળી અને જોઈને હું તે રચવાનો પ્રયત્ન કરીશ. એ માટે પ્રયત્ન, પગે કનકાચલપર આરહણ કરવાને ઈચ્છનાર જેમ જગતમાં હાંસીને પાત્ર થાય તેના જેવો છે. - શ્રી દેવાનંદના પ્રવર શિષ્ય શ્રી કનકપ્રભ અને આ ગ્રંથનું શોધન કરનાર શ્રી પ્રદ્યુમ્નમુનિવર જયવંત વર્તો. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust