________________ શ્રી હેમચંદ્રસૂરિ. મન તે જ સમયથી દેવબોધના ઉપરથી ખેંચાઈ ગયું; પણ રાજાની ઇચ્છાને માન દે તેણે તેની સાથે કેટલીક કાવ્ય ચર્ચા કરી. કુમુદચન્દ્રને જીતવા બદલ પારિતોષિક તરીકે સિદ્ધરાજે દેવસૂરિને અપાવેલ લાખ કમ્મથી તૈયાર થયેલ જિનચૈત્યની પ્રતિષ્ઠા મહોત્સવમાં દેવબોધિની સાથે સિદ્ધરાજ પણ આવેલ, જ્યાં દેવબોધિએ પિતાની સારસ્વત શક્તિને પરૂિ ચય આપીને ઉપસ્થિત સભાને ચકિત કરી નાખી હતી, આ વિદ્વાનની વિદ્વતાથી રાજા તેની ઉપર ઘણે પ્રસન્ન થયો હતો અને તેને લાખ રૂપિયા બક્ષીસ આપ્યા હતા, પણ તેની રાજસભાને કવિ શ્રીપાલ અને બીજા સભ્યો એથી નારાજ હતા. શ્રીપાલની નારાજગી તો એટલી હદે પહોંચી હતી કે તે એનાં છિદ્ર જેવરાવતો હતો અને અન્ત એના ગુપ્ત આચરણે એના જાણવામાં પણ આવ્યાં હતાં, રાજાએ પણ એનું મદિરાપાનનું વ્યસન તે પિતાની નજરે જોયું હતું, પણ એની શક્તિ ઉપર તે એટલો ફિદા થઈ ગયો કે તેને કંઈ પણ કહી ન શક્યો, પણ એટલું પરિણામ આવ્યું કે રાજાએ તે પછી એની ઘણી સેબત કે સહાયતા કીધી નહિ, પરિણામે દેવબોધિની ગરીબાઈ વધી અને ઉપર કજદારી પણ થઈ, છેવટે તેના પરિવારના માણસોએ તેને હેમચન્દ્રની પાસે જઈને મદદ માંગવાની સલાહ આપી અને તે પણ હેમચન્દ્ર પાસે આવીને નીચેનું પ્રશંસા પદ્ય - " पातु वो हेमगोपालः, कम्बलं दण्डमुद्वहन् / पड्दर्शन पशुप्राम, चारयन् जैन गोचरे // 304" .... હેમચન્ટે પણ તેને બહુ માનપૂર્વક પિતાનું અર્ધાસન આપ્યું અને શ્રીપાલની સાથે તેની પ્રીતિ કરાવી, એટલું જ નહિ પણ સિદ્ધરાજને કહીને દેવબોધને લાખ દ્રમ્મ અપાવ્યા, દેવબોધે આ ધનથી પિતાનું ઋણ ચુકાવ્યું અને શેષ દ્રવ્ય લઈને ગંગા કિનારે જઈ પર લોકનું સાધન કર્યું. સિદ્ધરાજને પુત્ર ન હતો, આથી તેણે તીર્થયાત્રામાં જવાનો નિશ્ચય કરી કાઠિયાવાડ તરફ પ્રયાણ કર્યું. હેમચન્દ્રસૂરિને પણ રાજાએ આ યાત્રામાં સાથે રાખ્યા, પ્રથમ શત્રુજયની યાત્રા કરી બાર ગામનું શાસન આપી સિદ્ધરાજ ગિરનાર ગયો, ગિરનારના પ્રાચીન મંદિરોને જીર્ણોદ્ધાર સેરઠના સૂબા સજજન મંત્રિએ કરાવ્યો હતો અને તેમાં ર૭૦૦૦૦૦ સત્તાવીશ લાખ દ્રમ્મ જેટલું રાજાના ખજાનાનું ધન ખર્યુ હતું જે રાજાએ માફ કરીને સજજનને પિતાના ધનને સુકૃતમાં ખર્ચવા બદલ ધન્યવાદ આપ્યો. ગિરનારથી ઉતરીને રાજા સેમેશ્વરપત્તને ગયો. અને ત્યાં અનેક મહેતાં દાન કરી કેડિનારમાં અખાદેવીના દર્શનાર્થે ગયા, અહીંયાં આચાર્ય હેમચન્દ્ર 3 ઉપવાસ કરીને અને પ્રત્યક્ષ કરી રાજાના ઉત્તરાધિકારીના સંબમાં પૂછ્યું, જે ઉપરથી તેમને ઉત્તર મલ્યો કે “સિદ્ધરાજને પુત્ર થશે નહિ પણ એના પિતરાઈ ભાઈ દેવપ્રસાદને પૌત્ર અને ત્રિભુવનપાલને પુત્ર કુમારપાલ સિદ્ધરાજને ઉત્તરાધિકાર ભોગવશે,' સિદ્ધરાજે આ દિવ્યાદેશની પ્રશ્ન અને જ્યોતિષને આધારે પરીક્ષા કરી અને તે સત્ય જ હોવાનો નિશ્ચય થયો. કુમારપાલ પિતાને ઉત્તરાધિકારી થશે એમ જાણીને તેના ઉપર પ્રીતિ કરવાને બદલે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust