SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ આ તમારી બેનને જિતીને વસુદેવ પરણશે તેથી મારા ભાઈ ચારુદત્ત ભૂચરને આ કન્યા આપવી જેથી આને વસુદેવ ભૂચર સુખપૂર્વક પરણશે. તેથી આ મારી પિતાની પુત્રીને લઈને જા. (આ મારી બેનને તમે લઈને જાવ). એ પ્રમાણે તેમણે કહ્યુંછતે તેને લઈને મારા નગર પ્રતિ જ્યાં જવાની તૈયારી કરું છું ત્યાં તે દેવ આ . તે પછી તે દેવ તે ખેચર તેના સેવક અને બીજા પણ બેચર મને વિમાન દ્વારા લીલા માત્રમાં અહીં લઈ આવ્યા. સુવર્ણ—માણિક્ય-મુક્તાફળ ક્રોડેના પ્રમાણમાં મને આપીને તે દેવ વિદ્યારે સ્વસ્થાનમાં ગયા. સવારના સર્વાર્થ નામના મામા મિત્રવતી પત્ની અને બાંધેલી વેણીવાળી વસંતસેના વેશ્યાને મેં જોઈ હે વસુદેવ! આ ગન્ધર્વસેના કન્યાની ઉત્પત્તિ મેં કહીં. હવે આ વાણિયાની પુત્રી છે એમ જાણીને ક્યારેય એની અવજ્ઞા ન કરતાં. એમ ચારુદત્તના મુખથી આ પ્રમાણે વૃત્તાંત સાંભળીને વસુદેવ ગાંધર્વ સેનાની સાથે વધારે આનંદથી રમવા લાગ્યા. એકવાર ચૈત્ર મહિને આવે છતે તેની સાથે રથારુદ્ધ થઈને વસુદેવે ઉદ્યાનમાં જતાં માતંગ (ચંડાળ)ના વેષમાં ચંડાળેથી ઘેરાયેલી એ કન્યાને જોઈ ગન્ધર્વસેના તે બનેને પરસ્પર વિકારે દષ્ટિવાળા જોઈને લાલ આંખ કરીને બેલી, હે હે સારથી ! જલદીથી રથ ચલાવ. તેના દ્વારા તે પ્રમાણે ચલાવવાથી જલદી ઉદ્યાનમાં જઈને અને તેની સાથે ક્રીડા કરીને ફરીથી વસુદેવ ચંપાપુરીમાં આવ્યા. ત્યારે Gun Aaradhak Trust
SR No.036465
Book TitleNeminath Charitra
Original Sutra AuthorN/A
AuthorGunvijay Gani, Jayanandvijay
PublisherPadmavati Prakashan Mandir
Publication Year1997
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size245 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy