________________ તે પછી પ્રાપ્તિ વિદ્યાવડે તેમને હું જાણુંને અહીં લાવી એમ બેલતાં પ્રદ્યુમને ત્યાં તે સ્વયંવર મંડપમાં કન્યાઓને લાવી.. આ કેશવ વડે અપાતી તે કન્યાઓને નિશ્ચયથી આ તે મારી વધુઓ છે એમ કહીને પ્રદ્યુમ્ન ગ્રહણ ન કરી. પણ ભાનુકકુમાર પરર્યો. અને નહિ ઈચ્છતા એવા પ્રદ્યુમ્નકુમારને. પણ વિદ્યાધર રાજાની કન્યા પરણાવી. તે પછી પ્રદ્યુમ્નને લાવવાથી ઉપકારી નારદને પૂજીને કેશવ-રુકિમણીએ રજા આપી. હવે પ્રદ્યુમ્નની મહાસંપત્તી અને પ્રશંસા વડે દુઃખી. થતી સત્યભામાં કો૫ઘરમાં જઈને જર્જર ખાટલા ઉપર સુતી અને ત્યાં ગયેલે કૃષ્ણ સંભ્રમસહિત બોલ્યો : સુંદરી! તું કેના વડે અપમાનિત થઈ છે જેથી આવી રીતે દુઃખી થાય છે. ત્યારે તેણે પણ કહ્યું મારું કેઈએ પણ અપમાન કર્યું નથી. પરંતુ પ્રદ્યુમ્ન જે જે મારે પુત્ર ન થાય તો. નિશ્ચિત હું મરીશ. કૃણે તેના આગ્રહને જાણીને હરિગમેલી દેવને ઉદ્દેશીને અઠ્ઠમ તપ કરીને પૌષધ વ્રત સ્વીકાર કર્યો. હરિણગમેષીએ. પ્રકટ થઈને તેને કહ્યું, તારું શું કરું? ત્યારે કેશવે કહ્યું, સત્યભામાને પ્રદ્યુમ્ન જે પુત્ર આપ. હરિશૈગમેષી બોલ્યો. તારે જેની પુત્રેચ્છા પૂર્ણ કરવી હોય તેને આ હાર પહેરાવીને ભેગવ તેથી વાંછિત પુત્ર થશે.” * . આ પ્રમાણે કહીને અને તે હાર આપીને હરિણગમેષી દેવ અંતર્ધાન થયો. કેશવે પણ હર્ષિત થઈને સત્યભામાને શયનને સમય આપ્યો. : : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust