________________ “અહે તું મારા કાર્યની ચિંતા કરનાર છે. પુત્રીના વરની ચિતારૂપી સમુદ્રમાં ડૂબેલા એવા મારે તે આજે ઉદ્ધાર કર્યો. હવે ફરીથી તું ત્યાં ધનને ધનવતી આપવા માટે જા? અને મારી આજ્ઞાથી વિક્રમધન રાજાને પ્રાર્થના કર.” આ સમયે ધનવતીની નાની બેન ચન્દ્રવતી પિતાને પ્રણામ કરવા માટે આવેલ હતી. તેણીએ સર્વ સમાચાર જાણ્યા. દૂત પિતાને ઘેર ગયે. ચદ્રાવતી પણ હર્ષિત થઈને આવી અને ધનવતીને દુતના દ્વારા કહેલા સર્વવચને કહ્યા. ધનવતી કહેવા લાગી, “હે બહેન ! તારા વચનને મને વિશ્વાસ આવતો નથી. અજ્ઞાનથી તું બોલે છે. પરમાર્થને જાણતી નથી. તે દૂત બીજા કોઈ કાર્યથી મોકલાતે હશે. મારા કાર્યને જાણવામાં તું તે હજી બાળક છે.” ત્યારે કમલિની બોલી, “હે સખી ! તે દૂત હજી અહીં જ છે. તેના મુખથી જ જાણું લે! કારણ કે હાથમાં કંકણ હેય ! દર્પણની શું જરૂર છે?” આમ કહીને તેના ભાવને જાણીને કમલિની તે દૂતને લઈ આવી. દૂતના મુખથી સર્વ વાત સાંભળીને ધનવતી ઘણી હર્ષિત થઈ તેણીએ ધનકુમારના નામથી એક લેખ લખીને તે દૂતને આપે. તે પછી તે દૂત અચલપુર ગયે. વિક્રમધનરાજાએ તે દૂતને જલદીથી પાછે આવેલ જોઈને વિસ્મિત થઈને, કાંઈક ખેદ પામીને પૂછ્યું “સિંહરાજા કુશળ છે ને ? તું જઈને પાછો જલદીથી કેમ આવી ગયે? અમારું મન વિકલપોથી પીડાય છે.” દૂત બેલે, “હે રાજન ! સિંહરાજાને કુશળ છે, પરંતુ જદીથી મને મોકલવાનું કારણ સાંભળો.” અમારા રાજાની પુત્રી ધનવતી આપના પુત્ર ધનકુમારને આપવા માટે મને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust