________________ થી લાખથશેચ્છશહૂીિય િવશીકાનાણાયન્સચિવાણા NિSીથી બીજી વ્યંતિ અને S SASEE અપભ્રંશ ભાષામાં લખાયેલી ઘણી મોટી મોટી કૃતિઓમાં, એની મુખ્ય કથામાં અવાંતરકથા તરીકે નળ-દમયંતી (જૈન પરંપરા પ્રમાણે ‘નળ-દમયંતી') ની કથા પણ જોવા મળે છે. આમાંની કેટલાક કૃતિઓમાં એ કથા સંક્ષેપમાં આપવામાં આવી છે. કેટલીકમાં તો તે મહાભારતની નલકથા કરતાંયે વધારે વિસ્તારથી આપવામાં આવી છે. જે જૈન કૃતિઓમાંનલકથા અંતર્ગત રહેલી છે, તેમાંની કેટલીક ગળમાં લખાયેલી છે, કેટલીક પઘમાં લખાયેલી છે અને કેટલીક ગદ્યપદ્યમાં લખાયેલી છે; કેટલીક કાવ્યના પ્રકારની છે, કેટલીક ચરિત્રના પ્રકારની છે અને કેટલીક ટીકા કે વૃત્તિના પ્રકારની છે. વસ્તુત: નલકથાના વિકાસમાં જૈનસાહિત્યનો ફાળો માત્ર સંસ્કૃત, પ્રાકૃત કે અપભ્રંશમાં જ નહિ. ગુજરાતી ભાષામાં પણ ઘણો મહત્ત્વનો અને વિશિષ્ટ કોટિનો છે. મહાભારતની નલકથાથી ભિન્ન એવું સ્વરૂપ જૈન લેખકોને હાથે પોતાની નલકથાને અપાયું છે. આથી ઈ.સ. ના પાંચમાં-છઠ્ઠા સૈકાથી જૈનસાહિત્યમાં નળ-દમયંતીની કથાની એક વિશિષ્ટ પરંપરા ઊતરી આવેલી આપણને જોવા મળે છે. એને જૈન પરંપરાની નલકથા તરીકે ઓળખાવી શકાય. એક-બે અપવાદ સિવાય બધા જ જૈન કવિઓ પરાપૂર્વથી પોતાની પરંપરા પ્રમાણે ચાલી આવેલી નવલકથાને જ, પ્રસંગો અને એના સંકલનની દષ્ટિએ, વફાદાર રહ્યા છે. કેટલીક નાની નાની વિગતોમાં કે અમુક કેટલાક પ્રસંગોની બાબતમાં થોડો ફેર પડ્યો છે. પોતપોતાની સર્જક પ્રતિભા પ્રમાણે દરેક એનું આલેખન કરેલું હોઈ તેમાં કેટલોક ભેદ જોવા મળે એ સ્વાભાવિક છે. અત્યારે જૈન પરંપરાની નલકથાનું જૂનામાં જૂનું સ્વરૂપ ઈ.સ.ના છઠ્ઠા સૈકામાં ધર્મસેનગણિએ લખેલ ‘વસુદેવહિંડી'માં જોવા મળે છે. પરંતુ એ પહેલાં પણ નળ-દમયંતીની કથા જૈન પરંપરામાં મળે તો નવાઈ નહીં, કારણ કે કેટલું યે જૈન સાહિત્ય હજુ હસ્તપ્રતોમાં દટાયેલું પડ્યું છે. | ‘વસુદેવદિંડી’ પછી ‘ત્રિષષ્ટિશલાકાપુરુપચરિત્ર' (હેમચન્દ્રાચાર્યકૃત), 'કુમારપાલપ્રતિબોધ' (સોમપ્રભાચાર્યકૃત), પાંડવચરિત્ર (માલધારી દેવપ્રભૂસૂરિકૃત), ‘ધર્માલ્યુદય મહાકાવ્ય' અથવા સંધાધપતિચરિત્ર (ઉદયપ્રભસૂરિકૃત), 'મલ્લિનાથચરિત્ર મહાકાવ્ય” (વિનયચંદ્રસૂરિકૃત), ‘ળોલોપદેશમાલા (જયકીર્તિસૂરિકૃત), ‘શીલોપદેશમાલા બાલાવબોધ' (સોમનિલહસૂરિકૃત), મેરુસુંદરગણિકૃત ઇત્યાદિ), 'કપૂરપ્રકરટીકા' (જિનસાગરસૂરિકૃત), 'ભરતેશ્વર બાહુબલિવૃત્તિ' (શુભશીલગણિકત), 'પાંડવચરિત્ર' (દવિજયગણિકૃત), P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust