________________ ( R S 29269269 2008 29 શ્રીન શેરવરસૂરિવિરચિતં શ્રીનવમયન્તીવરિત્રમ) 26580866996 અચલગચ્છ અને દમયંતીનું સાહિત્ય જૈનશાસનમાં અચલગચ્છનો અભ્યદય વિ. સં. 1189 માં થયો ત્યારથી આજ દિવસ સુધીમાં ઘણી ચડતી-પડતી આ ગચ્છ નિહાળી. તેમ છતાં આજ દિવસ સુધીમાં ઘણા બહુશ્રુતો - પંડિતો અને એમનું રચેલું સાહિત્ય જૈન શાસનને પ્રાપ્ત થયું.. ૧૫મા સૈકાનું નવદમયંતી ચરિત્ર: કવિચક્રવર્તી શ્રી જયશેખરસૂરિ મ. સા. એ એ રચ્યું છે. (આ નામના જૈન શાસનમાં બીજા પણ આચાર્યો થયા છે. કેટલી કૃતિઓમાં વિવાદો પણ થયા છે, તવંતુ કેવલીગમ્યમ્) આ ગ્રંથ 968 શ્લોક પ્રમાણનો છે. અમને આજથી લગભગ 80 વર્ષ પહેલાની ઉક્ત આ. ભ. શ્રીની શ્લોક-અર્થવાળી છાપેલી કૃતિ મળી. એના માધ્યમથી 8 વિભાગમાં અને પાંચ ભાષામાં 900 પૃષ્ઠનો આ ગ્રંથ તૈયાર કરતાં 4 વર્ષનો દીર્ઘ સમય લાગી ગયો. 16 મા સૈકાનો નારાય-દમયંતી ચરિત્રરાસ : પૂ. આ. ભ. શ્રી ઋષિવર્ધનસૂરિ કૃત નલરાય -દમયંતિ ચરિતરાસ, જે 15 વર્ષ પહેલા ડો. રમણલાલ ચી. શાહના સંપાદન હેઠળ પ્રકાશિત થયેલ છે. 471 શ્લોક સંખ્યા. 20 મી કડીમાં રાસકાર લખે છે : શ્રી અચલગચ્છનાયક ગણધર ગુરુ શ્રી જયકીરતિ સૂરીસર જાસ નામિંનાસઈ દુરિત તાસ સીસ રિષિવર્ધન સૂરિઈ કીઉં કવિત મન આદર પૂરિઈ વિ. સં. 1512 માં ચિત્રકૂટ ગિરિનગરમાં આ રાસની પૂર્ણાહુતિ થઈ છે. આ રાસને સૌ પ્રથમવાર ઈ.સ. 1951 માં પેનસિલવેનિયા યુનિવર્સિટીના ડો. એર્નેસ્ટ એન્ડ રોમન લિપિમાં પ્રગટ કર્યો છે. આ રાસની એક હસ્તપ્રત હાર્વર્ડ યુનિવર્સિટીની લાયબ્રેરીમાં છે. બે પ્રતો પ્રાટણમાં છે.