________________ શ્રી મુનિપતિ ચરિત્ર. ( 11 ) - ઉઘાડે શરીરે ઉભા રહ્યા છે, તે તે રાત્રીને સ મયે ટાઢને શી રીતે સહન કરશે?” એમ વિચારી એક ભદ્રકસ્વભાવવાળા ગાવાળે “આપણે આ જે વ પહેર્યા છે, તે શા કામમાં આવશે?” એમ કહીને પોતાનું એક વસ્ત્ર તે સાધુને શરીરે ઓઢાયું; પછી તેઓ પોતપોતાને ઘેર ગયા. - હવે એમ બન્યું કે, ઉજ્જયિની નગરીની પાસેના ગામમાં કોઈ તિલભટ્ટ નામનો બ્રાહ્મણ વસતું હતું, તેને તલ ઘણા પ્રિય હતા, તેથી તે તલનો સંગ્રહ કરતો હતે; એ કારણથી લોકો તેને તિલભટ્ટ કહેતા હતા. તે બ્રાહ્મણને દુષ્ટ દદયવાળી ધનશ્રી નામની સ્ત્રી હતી. તે સ્ત્રી સર્વ પ્રકારના અવગુણોમાં પૂર્ણ, પરપુરૂષને વિષે લંપટ અને ઘતાદિ સાત વ્યસનમાં ભરપૂર હતી, પરંતુ તે વાત તિલભટ્ટ મૂર્ણપણને લીધે જાણતો નહોતો. વિષયસુખમાં આશક્ત થયેલી ધનશ્રી પરપુરૂષની સાથે ક્રિડા કરતાં કરતાં સર્વ તલ વાવરી નાંખ્યા, તેથી તે વિચાર કરવા લાગી કે –“પતિ તલની વાત પછશે તો હું શું ઉત્તર આપીશ ?" એમ ચિંતવન કરતો તેણને એક યુક્તિ સુઝી આવી, તેથી તે અનેક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.