________________ શ્રી મુનિપતિ ચરિત્ર. (45) વિષે શિવમુનિ ગુરૂના ચરણને માર્જન કરવા માટે ઉપાશ્રયની બહાર આવ્યા, પરંતુ ગુરૂને કંઠ હારથી સુશોભિત જોઈને ભય પામેલા તે મુનિએ તત્કાળ પાછો ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો. તે વખતે તેમણે નિષિધિકી કહેવાને સ્થાનકે ભય? એવો શબ્દ ઉચર્યો. તે ઉપરથી અભયકુમારે તેમને પૂછયું –“હે સાઘો! અહિં ભય શાનો?” ત્યારે મુનિએ કહ્યું-“મંત્રી મેં પૂર્વે કંઇક ભયનો અનુભવ કર્યો હશે, તે સાંભરી આવવાથી એમ ઉચ્ચાર થયો છે.” તેવારે અભયકુમારે પૂછયું -“પૂર્વે એવું શું અનુભવ્યું હતું કે, જે આ વખતે યાદ આવ્યું? તે ઉપરથી મુનિએ પોતાની પૂર્વની હકીકત કહેવી શરૂ કરી. શિવમુનિ કહે છે કે - હે અભયકુમાર! ઉજયિનીનગરીને વિષે શિવ અને દત્ત નામના અમે બે બાંધવો વસતા હતા, એકદા જન્મથી દરિદ્ર એવા અમે બન્ને બંધુઓ દ્રવ્ય ઉપાર્જન કરવા માટે સારાષ્ટ્ર (સોરઠ) દેશમાં ગયા, ત્યાં અનેક પ્રકારનો વ્યાપાર કરીને પુષ્કળ દ્રવ્ય ઉપાર્જન કર્યું. પછી તે દ્રવ્યને વાંસની પોલી નળીમાં ભરીને અમે બન્ને બંધુઓ વારાફરતી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust