________________ રાજાએ વિચાર્યું કે–મારા પૂર્વજે માથામાં પેળો વાળ આવતાં પહેલાં જ સંયમ સ્વીકારી આત્મસાધના કરતા હતા હું કે પ્રમાદી-અભાગી કે હજુ સુધી સંસારના ભેગવિલાસમાં રગદોળાઈ રહ્યો છું. ' આમ ખૂબ ખૂબ આત્મચિંતન કરી સાંસારિક ભાગવિલાસને તિલાંજલિ આપી રાજ પાટ છેડી દઈ પુત્રને રાજ્ય સેંપી ચારિત્ર લઈ આત્મ સાધના કરવા નીકળી પડ્યા. એક વખત આત્મસાધના માટે કાર્યોત્સર્ગ ધ્યાનમાં લીન બનેલા હતા તેવા સંજોગોમાં અગ્નિના તણખા ઉડવાથી તેમનું શરીર દાઝી ગયું. તેથી ગોવાળીયાઓએ ખબર આપતાં તે નગર માં રહેલાં + કુંચિક નામના શ્રાવક શેઠે ગામમાં લાવી ત્યાં રહેલા બીજા મુનિઓ પાસે અચંકારી ભટ્ટ! ને ત્યાંથી લક્ષપાક તેલ વહોરી લાવી તેનું વિલેપન કરાવી મુનિને સાજા કર્યા. ત્યારપછી તે મુનિપતિ કુંચિક શેઠના આગ્રહથી કુંચિક શેઠને ત્યાં ચાતુર્માસ રહ્યા. ત્યાં તેમના ઉપર કુંચિક શેઠે પોતાના ઘરની ચેરીને આરોપ મૂકયે. + આખાય નગરના ધર્મસ્થાનકેની ચાવીઓ શેઠના ઘેર રહેતી હોવાથી તે શેઠ કુંચિક શેઠ તરીકે પ્રસિદ્ધિને પામ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust