________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ પ૯. તે વખતે ચેલ્લાણાના મહેલની નીચે વાત કરતા ઊભેલા હતા. ચેલ તેઓના વાર્તાલાપને સાંભળે છે. ત્યારે તે ગણિકા તે આરેહકને કહે છે: “હે સ્વામી આજે હું ઉત્સવમાં જવાની છું, તેથી રાજાના હાથીનું ચંપકમાલા નામનું આભૂષણ તું મને આપ ! જે તું તે આભૂષણ મને નહીં આપે તો હું મરી જઈશ.” ત્યારે આ હકે કહ્યું : હે પ્રિયા ! એ આભૂષણ રાજાનું મેં તને આપ્યું છે એવું જે રાજા જાણે તે મારો શિરચ્છેદ કરે.” આરેહકે આ પ્રમાણે કહેવા છતાં પણ જ્યારે તે ગણિકાએ તેને હઠાગ્રહ ન જ છેડો ત્યારે તે બીજા મહાવતે તે આરેહકને કહ્યું: “હે મિત્ર! જે જ્યારે મીઠાં વચનોથી પણ પિતાનું અને પરતું. બંનેનું હિત ન સમજે તે તેવાને કર્કશ વચનોથી તિરસ્કાર કરે જોઈએ. જેમકે- ' તાપસનું દૃષ્ટાંત * કેઈક તાપસ દેશાંતર ગયો. ત્યાંથી પલાશનું બીજ લાવ્યો. ત્યાર પછી તેણે તે બીજને પિતાના ખેતરમાં વાવ્યું. ઘણું પાણીથી તે બીજનું સિંચન પણ કર્યું. તે પલાશનું ઝાડ ખૂબ વધ્યું. પરંતુ તેના ઉપર ફૂલ આવ્યાં જ નહીં, ત્યારે ક્રોધાયમાન થયેલા તેણે તે પલાશના ઝાડને અગ્નિથી બાળી નાખ્યું. કેટલેક ટાઈમ વીત્યા બાદ તે પલાશનું ઝાડ પોતાની મેળે જ ફરી વૃદ્ધિ પામ્યું અને ફૂલના સમુહથી શોભાયમાન બન્યું. વળી બ્રહ્મદત્ત ચકવતીના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust