________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 155. - તે વખતે શેઠે પોતાના બધા સ્વજનોને ભોજન. માટે નિમંત્ર્યા. તે વખતે આહાર માટે બે મુનિ ભગવંતો. પધાર્યા. પ : : : '.. એ જ વખતે શેઠના આંગણામાં રહેલા ઝાડ ઉપર રહેલે એક કૂકડો બોલ્યોઃ “હે શેઠ! હું તમારા પુત્રને. રાજ્ય આપનારો છું, માટે મને પણ તમે ભેજન આપો.” આવું તેનું વચન સાંભળીને એક મુનિએ પિતાનું મસ્તક ધૂણાવ્યું ત્યારે બીજા મુનિએ પૂછ્યું : “હે મુનિ! આ કૂકડે શું કહે છે?” - તે મુનિએ બીજાને કહ્યું : " હે, મુનિ! આ કૂકડાથી આ શેઠને બાલક રાજ્ય પ્રાપ્ત કરશે.” તે વખતે ત્યાં રહેલા શેઠે આ બધું સાંભળ્યું. ત્યારપછી શેઠે બંને મુનિઓને પડિલાભ્યા–આહાર દાનને લાભ. લીધો. અને તે બંને સાધુ પોતાના સ્થાને ગયા. - હવે તે શેઠ તે કૂકડાને પિતાના ઘરમાં યત્નપૂર્વક–. સારી રીતે સાચવવા લાગ્યા. પુત્ર પણ પાઠશાલામાં સારી રીતે અભ્યાસ કરવા લાગ્યો. ' , , , , હવે એક વખત તે શેઠને રાજાએ હુકમ કર્યો કે—. “હે શેઠ! તમે યવન દ્વીપમાં જઈને મારા માટે ઘણાં. કીંમતી વ લઈ આવો !", ' . શેઠે કહ્યું: “હે સ્વામી! લઈ આવીશ.” એમ કહી. શેઠ ઘેર આવ્યા. ત્યારપછી તેમણે પોતાની પત્ની સાથે. વિચારણા કરીઃ “હે પ્રિયા ! હું રાજાના હુકમથી યવનદ્વીપ જઈશ.” તે સાંભળી તેમની પત્નીએ કહ્યું : “હે પ્રાણનાથ ! Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust