________________ શ્રી મુનિપતિ ચરિત્રમ્ 101 અહીં દેવે જ્યારે તે બોધ પામતો જ નથી એમ સમજી તે જ વખતે તે માતા પિતા તરીકે શેઠ શેઠાણી હતાં તેને અદશ્ય કરી દઈને માતા પિતા તરીકે તે ચંડાલ-ચંડાલણને પ્રગટ કર્યા અને તે બંને ચંડાલ ચંડાલણ લોકોની આગળ એમ કહેવા લાગ્યા : " આ મેતાર્ય તે અમારે પુત્ર છે. અમે જ શેઠને તેની કિંમત લઈને આપેલે છે.” તે સાંભળી બધા સ્વજને શરમાઈ ગયા. અને મેં ચંડાલયુગલે તો તેને વરઘોડાના ઘોડા ઉપરથી ઉતારી માંસ વિગેરેની દુર્ગંધથી ભરપૂર પિતાના ઘેર લઈ ગયા. હવે તે મેતાર્યો ને અત્યંત શેકાતુર જોઈને ચંડાલે કહ્યું : “હે પુત્ર! તું શક ન કર, હું તને ચંડાલના જ કુલમાં ઉત્પન્ન થયેલી અત્યંત રૂપાળી અને તારૂં મન હરણ કરે તેવી કન્યા સાથે પરણાવીશ” ચંડાલે આમ કહેવાથી તે ઉલટે વધારે ખેદ પામ્યો અને ભેજન વિગેરે કંઈ નહીં કરતાં રાત્રે ઊંઘી ગયે; ત્યારે પાછા આવીને તેને કહ્યું : “હે મિત્ર ! હજુ પણ તું બંધ પામ” તેણે કહ્યું: “તું કોણ છે?” ત્યારે દેવે પૂર્વભવમાં પરસ્પર બંનેએ જે નિશ્ચય કર્યું હતું તે બધે વૃત્તાંત તેની આગળ કહ્યો. તે સાંભળીને ખુશ થયેલા તે મેતા કહ્યું : “હે દેવ ! હમણું મને ભેગની ઈચ્છા છે, તે હમણું તું તે મારી ઈચ્છાને પુરી કર. નીચકુલમાં ઉત્પન્ન થવારૂપ આવેલા મારા કલંકને તું દૂર કર. અને પછીથી સમય થતાં હું જરૂર દીક્ષા લઈશ.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust