________________ ગ્રન્થકારનું રહસ્ય. (44) अथ ग्रन्थकाररहस्यम्। येथेन्द्रजाले पटुतामुपेयुषो नटस्य कार्यं वितथं विभाति नो। तथापि सत्यत्वपथं सुकोविदैन नीयते सार्वजननिमेतकत् // 1 // प्रेपञ्चमेतत्सकलं तथाविधं यच्चात्र नित्यत्वमतिः सुदुस्तरा। निरूपितुर्मध्यगतादलाभत श्चाद्यस्य चान्त्यस्य नटस्य कर्मणः॥२॥ જેમ ઇંદ્રજાળમાં કુશલતા (હેશિયારી) મેળવનાર નટનું કોઈ કાર્ય મિથ્યા જણાતું નથી (અર્થાત્ હાથચાલાકીથી તથા મંત્રના પ્રયોગોથી તે જે જે પદાથોં બનાવે છે તે તે પદાર્થો સાચા હોય તેવા જણાય છે.) તે પણ ઉત્તમ બુદ્ધિવાલા ચતુર પુરુષો તેને વાસ્તવિક રીતે સાચું માનતા નથી એ વાત સુપ્ર- . સિદ્ધ છે; તેમ આ સર્વ સંસાર પણ તેજ છે. એટલે ઈંદ્રજાળને પ્રયોગ જેમ દેખવામાત્રજ સાચે છે પરંતુ પરિણામમાં મિથ્થારૂપ છે તેવી જ રીતે આ સંચાર પણ દેખવામાત્રજ સત્ય છે, વાસ્તવિક રીતે મિથ્યા છે. તેમ છતાં આ સંસારમાં ન હઠાવી શકાય તેવી નિયત્વ પ્રતીતિ ( સંસાર સાચો છે એવી દૃઢબુદ્ધિ) થાય છે તે તો સંસારનું નિરૂપણ કરનાર (જેનાર ) મધ્યમાં (સંસારમાં) હોવાથી તથા ઇંદ્રજાળનો ખેલ બનાવનાર નટના કાર્યોને આદિભાગ ને અંતિમ ભાગ ન જાણવાથી થાય છે. અર્થાત ઇંદ્રિજાળનો ખેલ કરનાર જે કાર્ય કરે છે તે કાર્ય કરવા પહેલાં અને તેની સમાપ્તિ પછીની સ્થિતિ આપણે (પ્રયોગ જોનાર ) જાણીએ છીએ કે ઠીંકરૂં લઈ તેને એણે રૂપે કર્યો અને છેવટ પાછો તેને ઠીક થએલે જોઈએ છીએ એ પ્રમાણે તેની આરિસ્થિતિ અને અંતની રિથતિ જાણ વાથી આપણે એ રૂપિઆને ખોટા માનીએ છીએ, તેવી જ રીતે સંસારની આદયસ્થિતિ અને અંત્યસ્થિતિ નહી જવાથી સંસારને સાચે માનીએ છીએ, પરંતુ વાસ્તવિક રીતે તો ઈંદ્રજાળની થેલી વસ્તુની પેઠે મિથ્યા છે. 1 'वंशस्थं' वृत्तम् / लक्षणं तु प्रागभिहितमेव / 2 'उपजाति'रियं वंशस्थेन्द्रवंशाभ्याम / P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust