________________ વિ. મેહનચરિત્ર સર્ગ અગિયાર. ( 41 ) इतोऽप्यभ्युदिते सूरे विजहार महामुनिः / समं श्रावकवृन्दैश्च गौरग्रामं समाययौ // 22 // અહિંયાંથી પણ સૂર્યોદય થયા પછી મહારાજશ્રીએ વિહાર કર્યો અને તે શ્રાવોના સમુદાયે સહિત “ગોરેગામ પધાર્યા. ર૨. पूर्ववत्संघसत्कारशृङ्गारार्चादिकं शुभम् / तत्रत्यैः श्रावकैश्चक्रे मुनिराजसमागमात् // 23 // ત્યાંના શ્રાવકોએ પણ મુનિ મહારાજ શ્રીહનલાલજી મહારાજના સમાગમથી સંધનો સત્કાર અને આંગી પૂજા વિગેરે શુભ કર્મો કર્યા. ર૩. मुनिभिः श्रावकैः सार्धमितोऽपि मुनिसत्तमः / चलित्वेर्यापथिक्या द्रागगाद्भाईन्दरं पुरम् // 24 // અહિંયાથી ઈપથી ક્રમથી ચાલીને મુનિ તથા શ્રાવકોએ સહિત મુનિમાં શ્રેષ્ઠ મુનિ મહારાજ શ્રી મેહનલાલજી “ભાઈદર આવ્યા. ર૪. तत्रत्याः श्रेष्ठिनः श्राद्धाः पूजायाः संघसत्कृतेः।। मुनीनां देशनायाश्च लाभं लब्ध्वा मुदं ययुः॥२५॥ ત્યાંના શ્રાવક શેઠિયાઓ પૂજા, સંઘને સંસ્કાર અને મુનીઓની દેશના લાભ પામીને હર્ષ પામ્યા. 25. ततोऽप्यथ विहत्याथ चेलुः श्रीमोहनर्षयः। .. समं मुनिवरैः संधैर्वसहीमाययुद्धतम् // 26 // ત્યાર પછી મુનીઓ તથા સંઘે સહવર્તમાન શ્રીમેહનલાલજી મહારાજ ત્યાંથી પણ વિહાર કરીને જલદી “વસઈ આવ્યા. 62. मुनिराजाऽगमाच्छ्राद्धा हित्वान्यद्यवसायकम् / संघसत्कारपूजादौ लमास्तूर्णं यथासुखम् // 27 // મુનિ મહારાજ શ્રી મોહનલાલજીના આગમનથી ત્યાંના શ્રાવકે પોતાનાં બીજાં બધાં કામકાજ છોડી દઈને સંધને સત્કાર તથા પૂજા વિગેરે કાર્યો કરવામાં આનન્દ પૂર્વક ઘણી જલ્દીથી જોડાઈ ગયા. ર૭. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust