________________ Nov હિનચરિત્ર સર્ગ સાતમ. ( 7 ) गुणाब्धिनन्दभूमाने वत्सरे ते सुसंयताः / त्रयोदशी चतुर्मासी-मूषुः फलवतीपुरे // 79 // સંવત્ ગણશે તેતાલીશ(૧૯૪૩) માં શુદ્ધ ચારિત્રના ઘણી એવા મોહનમુનિજીએ તેરમું માસું ફલેદીમાં કર્યું. 79. सर्वानीनोऽपि सुहितो मिष्टमप्यन्नमुज्झति / परं फलवतीसंघ-स्तृप्तोऽप्यौज्झन्न तान्गुरून् // 8 // ખાધડ (બહુખાનાર માણસ) પણ તૃપ્ત થાય ત્યારે લાડુ વિગેરે મિષ્ટ પદાને પણ ભાણામાં પડતાં મૂકી દે છે; પણ ફલેદીને સંઘ તો મોહન મુનિજીનું દેશનારૂપ અમૃત નિરંતર પીને ધરાયે હતો તો પણ તેમને મૂકી શકે નહીં. 80. पुण्याहेऽथ विजहस्ते शिष्याभ्यां सहिता मुदा / पुरं जेसलमेराख्यं जग्मुश्च स्पर्शनावशात् // 81 // પછી સારાં મુહર્ત પર જાસમુનિજી અને કાંતિમુનિજી એઓને સાથે લઇને દીથી વિહાર કરી ફર્સના હોવાથી મેહનમુનિજી જેસલમેરમાં પધાર્યા. 81. ततो निवृत्ता निषेव्य पञ्चतीर्थी विशुद्धिदाम् / भूयो ववन्दिरे भावा-दर्बुदे तीर्थनायकान् // 82 // તે ત્યાંથી પાછા આવતાં જીવન કર્મમળ દૂર કરનારી પંચતીર્થીની યાત્રા પ્રથમ કરીને બીજીવાર તે આબુજી ઉપર શ્રીજીનેશ્વર મહારાજને વાંદવા વાતે ગયા. 82. अथावतरतां तेषा-मर्बुदानेरुपत्यकाम् / मुनिवेषधरः कश्चि-व्यो दृष्टिपथं ययौ // 83 // આબુજીની યાત્રા કરીને મેહનમુનિજી નીચે ઉતરતા હતા એટલામાં મુનિને વેષ ધારણ કરનારો એક ભવ્યજીવ તેમની નજરે આવ્યો. 83. आगत्यासो मोहनाघ्रि-पङ्कजान्यभ्यवन्दत / शातमापृच्छय पुरतो-ऽतिष्ठच्च विनयान्वितः॥ 84 // પછી તેણે પાસે આવીને મેહનમુનિજીને વંદના કરી, અને શાતા પૂછીને આગળ વિનય સાચવી ઉભો રહ્યો. 84. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust