________________ જનસઝઝાયમાલા કાગ 4 થે 1-0-3 ( ) ઉત્સુક્તા ! " હું કોણ છું ? આ પ્રશ્નનો ઉત્તર પણ તે કુમારીને જણાવી ન શકે? ધિક્ મારી કલામાં નિપુણતાને. મારી વિદગ્ધનાં બધી નિરર્થક ગઈ. હું મારા દેશથી આટલે બધે દુર અહીં આવ્યો છું છતાં કુમારીને મળી ન શક્યા, તે પાછળથી તેને મેળાપ મને કેવી રીતે થશે ? હમણાં રાત્રિ છે. અંધકાર ચારે બાજુ ફેલાઈ રહ્યા છે. મારા માણસો પણ હજી તૈયાર થાય છે. તેઓ તૈયાર થાય તેટલામાં હું એકલો જ થઈને કુમારીને મળી આવું. અને “હું કોણ છુ " તે પણ કહી આવું. ( આ પ્રમાણે વિચાર કરી, પોતાના કોઈપણ માણશ ન જાણે તેવી રીતે ગુપ્તપણે ત્યાંથી નીકળી, ઉતાવળો ઉતાવળ રાત્રિએ રાજકુમારીના મહેલ નીચે આવ્યું. મેહેલના પેલા મજલાની બારી ઉઘાડી હતી અને તે કિલ્લાને લગતી જ હતી. આ - રસ્તામાં ઉભા ઉભા બે ત્રણ મજલા ઉપર રહેલી કુમારી સાથે વાતચિત કરવી અસંભવિત હતી. તેમજ અંધકાર વિશેષ હેવાથી દષ્ટિનો વિષય પણ મુદ્રિત ( આચ્છાદિત ) થયે હતે. એટલે અહીંથી મલયાસુંદરીના મેળાપની આશા વ્યર્થ ગઈ પણ તે નિરાશ ન થયે હવે સાહસ કર્યા સિવાય છુટકો નથી એમ ધારી, એક કુદકે તે જમીન ઉપરથી કિલ્લા ઉપર જઈ પડશે. ત્યાંથી નજીકમાં પહેલા મજલાની બારી ઘડી હતી તેમાં રાજકુમાર પેઠે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust