________________ (380) ધરમબુદ્ધિ રાજાને રાસ ૦-ર-૦ - આ વધામણી સાંભળતાંજ, હર્ષથી રોમાંચિત થયેલા રાજાએ, તે વનપાળને વધામણીમાં વાંછિતદાન આપ્યું. વનપાળ પાછે ગયે. રાજા વિચાર કરવા લાગ્યા. અત્યાર સંધ્યા સમય થઈ ગયો છે. રાત્રીની શરૂઆત થઈ ચુકી છે તે પ્રાતઃકાળે સર્વ પરિવારને સાથે લઈ પૂજ્યપિતાશ્રી ગુરૂવર્યને વંદન કરવા માટે જઈશ. ખરેખર હું ધન્યભાગ્ય છું અને આ શહેર પણ આજે પવિત્ર થયું કે, અમારા પુણ્યદયથી આકર્ષાઈ, આજે ગુરૂમહારાજા આંહી પધાર્યા છે. આ પ્રમાણે બોલતા રાજાએ પગમાંથી પાદુકા દૂર કરી, સાત, આઠ પગલાં સન્મુખ જઈ, ત્યાં રહ્યા છતાંજ, તે દિશાતરફ ઉભા રહી, મહાન ભક્તિથી પંચાંગ વંદના કરી અને પૂજ્ય પિતાના મુખારવિંદ જેવાની ઉત્કંઠાથી રાજાદિ સર્વ પરિવારે તે રાત્રી ઘણી કષ્ટ પસાર કરી. - પ્રકરણ 64 મું. "કનકવતીએ વેર લીધું. મલયાસુંદરીને રાક્ષસીનું કલંક આપ્યા પછી, પેટીમાંથી બહાર કાઢી, મહાબળે તાડના કરી કાઢી મૂકેલી, અને સ્ત્રી જાતિ હેવાથી વધુ નહિ કરેલી કનકાવતી, દેશપાર થઈને પૃથ્વીતળપર ફરવા લાગી. ફરતાં ફરતાં કર્મસંગે, દ્રવ્યથી પ્રેરાયલી દુઃખી થઈ આજે આજ નગરમાં આવીને રહી હતી. જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust