________________ (376 ) માનતુંગ-માનવતન રાસ 0-2-0 અને પવનની લહરીઓનાં મોજાઓ વારંવાર તે પાણીને હલાવી રહ્યાં છે. આવી પાણીની મલીન, અને હલનચલન, વાળી સ્થીતિમાં તે પાણીને તળીએ પડેલા રત્નને તમે શું જોઈ શકશે ? નહિં. બીલકુલ નહિં દેખાય.. - આજ દષ્ટાંતે, શુદ્ધ આત્મરત્ન, મન રૂપ પાણીની નીચે ( મનથી પણ પર) રહેલું છે. તે મનરૂપપા વિષય, કષાયની ડેળાશથી મલીન થયેલું છે, અને અનેક પ્રકારના વિચાર તરંગોથી હાલી ચાલી રહ્યું છે, માટે વિષય કષાયને અભાવ અને અનેક વિતર્કોની શાંતિ જ્યાં સુધી નહિં થાય ત્યાં સુધી શુદ્ધ આત્મરત્ન જોવાની કે પ્રાપ્ત કરવાની આશા રાખવી થશે છે. આ જ કારણથી આત્મવિશુદ્ધિ માટે, બાહ્ય અંતરંગ ઉપાધીઓને ત્યાગ કર જોઈએ. તેજ નિત્ય, અવિનાશી અ.મિકસુખ પ્રગટ થાય છે અને નિરંતર સુખી થવાય છે, હે રાજન ! જો સત્ય, સુખની અભિલાષા હોય તે, આ ક્ષણભંગુર દેહ અને વિયેગશીળ રાજ્યાદિમાં અસક્ત ન થતાં આત્મસાધન માટે પ્રયત્ન કરે, તે તમારા જેવા સમજુ મનુષ્યને છે. દેહને નાશ અવશ્ય છે જ માનવજન્મ ફરી ફરી મળવો મુશ્કેલ છે. આ ક્ષણભંગુર દેહથી પણ ઉત્તમ આત્મધર્મ પ્રગટ થતા હોય તે કયા સમજી નુષ્ય પ્રમાદ કરે ! - ઈત્યાદિ ગુરૂમહારાજ તરફથી ધર્મદેશના સાંભળી, મહાબળ રાજા આત્મસાધન કરવા માટે સાવધાન થયું. આજ પ્રભાતથીજ પિતે સાવધાન થઈ રહ્યા હતા. તેમાં ગુરુશ્રીના ઉપદેશે વિશેષ વધારો કર્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust