________________ જેન લાવણી સંગ્રહ -6-0 (369) કરવા લાગ્યા. મહાબળનો આંહીજ હતો તેથી સુરપાળ રાજાને પૃથ્વીસ્થાનપુર જવાની કોઈ જરૂર ન પડી. તેણે મહાબળકુમારને આંહી રહીને જ પૃથ્વી થાન પુરનું રાજ્ય સેંપી દીધું. અને તરતજ સંયમ લેવાને તૈયાર થયે. ખરી વાત છે કે, વસ્તુને સત્ય જાણ્યા પછી તેને ગ્રહણ કરવામાં જેટલો વિલંબ કરે, અને અસત્ય જાણ્યા પછી તેનો ત્યાગ કરવામાં જેટલી ઢીલ કરવી, તેટલોજ તેના બોધમાં છે, તે તરફથી લાગણીમાં કચાશ સમજવી. સંયમમાટે સૂરપાળ રાજાને ત્વરા (ઉતાવળ) કરતે દેખી, વરધવળ રાજા પણ ચંદ્રાવતીમાં ન જતાં, મલયકેતુ કુમારને ત્યાં બોલાવી, આંહી રહ્યાં છતાંજ રાજ્યતંત્ર વાધીન કરી આપ્યું. અને તરત જ બન્ને રાજાએ પોતાની રાણીઓ સાથે, તે ગુરૂવર્યની પાસે ચારીત્ર અંગિકાર કર્યું. . ગુરૂવ પણ કેટલાક દિવસ ત્યાં રહી, તે બન્ને રાજરૂષિઓને સાથે લઈ, પૃથ્વી તળપર અન્ય સ્થળે વિહાર કરી ગયા. તે બન્ને રાષિઓ કેટલો વખત દુષ્કર તપ કરી, આરાધના પૂર્વક, મરણ પામી, દેવલોકમાં ગયા. અને ત્યાંથી મહાવિદેહક્ષેત્રમાં જન્મ પામી, કર્મ ક્ષય કરી મોક્ષે જશે. * મલયકેતુ રાજા પણ પિતાના બેન, બનેવીને પૂછી, પિતાના શહેરમાં આવ્યું. અને ન્યાયપૂર્વક રાજ્યનું પાલન કરવા લાગે. મહાબળ રાજાએ સાગરતિલકમાં, બાળપણ અબાળપરાક્રમી સતબળ કુમારને રાજ્યસન પર બેસાર્યો. અને ત્યાં પોતાના સેનાપતી તથા પ્રધાનને મૂકી, શબળ કુમારને સાથે લઈ મૂળરાજધાની પૃથ્વીથાન પુરમાં આવી રહ્યો દુર્જય શત્રુઓને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust