________________ નવસ્મરણ અથ સાથે 0-2-0 (349) મલયાસુંદરી ઉચ્ચસ્વરે નવકાર મંત્રનું સ્મરણ કરતી હતી, તે મછના સાંભળવામાં આવ્યો. સાંભળી ઈહાપોહ કરતાં, તે મછને સભાગે પૂર્વજન્મનું જાતિસ્મરણ જ્ઞાન થઈ આવું.' પોતાની પીઠ પર કેણ આવી પડયું છે, તે જોવા માટે પોતાની ડોક પાછી વાળી જોતાં, તેણે મલયાસુંદરીને દીઠી. તેને જોતાં જ પૂર્વના પરિચયવાળી પિતાની ધાવપુત્રીને તેણે ઓળખી લીધી. મચ્છ વિચારમાં પડયે કે, અડા ! આ મારી અન્ય જ ન્મની પુત્રી, આવી વિષમ આપત્તિમાં કેમ આવી પડી હશે ? આવી અધમ તિર્યંચની સ્થીતિમાં હું તેને કેવી રીતે સહાય. આપું ? હું તેને બીજી મદદ કરવા અશક્ત છું છતાં, મારાથી એટલું તે બની શકે તેમ છે કે, આવીજ સ્થીતિમાં (પીઠ પર રહેલી સ્થીતિમાં) તેને કોઈ મનુષ્યની વસ્તીવાળી જમીન પર ; લઈ જઈ મૂ કું. ત્યાર પછી તે કોઈપણ પ્રયોગથી પિતાના બંધુ વર્ગને જઈ મળશે. આ પ્રમાણે વિચાર કરી તે મછે તેને સમુદ્રમાંથી સુખે સુખે લાવી, સમુદ્રના કિનારા પર બહાર મૂકી દીધી, કેમકે આ ગળ ચાલવાની તેની ગતિ બીલકુલ નહતી. પુત્રીપણાના સ્નેહથી વારંવાર ગ્રીવા પાછી વાળી જેતે, અને ખેદ પામતો તે મરછ પાછે સમુદ્રમાં ચાલ્યા ગયે. સુરપાળ-ભગવદ્ ! તે મચ્છ, હવે પછી કઈગતિમાં જશે? ચંદ્રયશાકેવળી–જાતિસ્મરણ થયા પછી તે ધાવ માતાને જીવ, નિરંતર નિર્દોષ (જીવોને સંહાર ન થાય તેવો ) આહાર કરે છે, અને નમસ્કાર મહામંત્રનું ધ્યાન, સ્મરણ કર્યા કરે છે. - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust