________________ (૩ર૮ ) શેતરંજય મહાભ્ય માટે રૂ. 20-0 અને જ્યાં જ્યાં તે સત્તા સ્વરૂપથી, ન્યુનતા દેખાય, ત્યાં ત્યાં તે ન્યુનતા પુરણ કરવા માટે અહોનિશ પ્રયત્ન કરે. નિરંતર આત્મ ઉપગમાંજ રહ્યા કરે. થડે પણ વખત વિશુદ્ધ સ્વરૂપને ભુલે નહિ. મનમાં ઉત્પન્ન થતી પર પરિણતી–આત્માના સ્વરૂપ સિવાયની વૃત્તિઓને જેમ બને તેમ દૂર કરી કેવળ શુદ્ધ સ્વરૂપ થઈ રહે. અહોનિશ જ્ઞાન સ્વરૂપની. શુદ્ધ સ્વરૂપની જાગૃતિ, અને પરસ્વરૂપની વ્યાવત્તિ આવી રીતે મુખ્ય જ્ઞાન, અને ગણ આંતર ક્રિયારૂપ ની જ્ઞાન માર્ગમાં પ્રવૃત્તિ કરતાં, કર્મને સર્વથા ક્ષય કરી શુદ્ધ સત્તાપ સ્વસ્વરૂપે પ્રગટ કરે તે જ્ઞાન માર્ગ છે. આ જ્ઞાનમાર્ગ નિવૃતિને, પરમ શાંતિને, સરલમાર્ગ છે. પણ તે બહુ વિકટ છે. તે સર્વ મનુષ્યને એગ્ય નથી પણ કોઈ વીર પુરુષને જ યોગ્ય છે. અનેક પ્રકારના અધિકારીઓ સેહેલાઈથી જે માગે જઈ શકે છે તે ક્રિયામાર્ગ છે. ક્રિયામાગ. ક્રિયામા–ક્રિયામાવાળાને પણ અંતે જ્ઞાનમાર્ગ ઉપર આવવું જ પડે છે. છતાં જે માણસમાં દોડવાની શકિત ન હોય તેમણે ધીમે ધીમે નહિં પણ ઉતાવળું તે ચાલવું જ જોઈએ. એ રીતે આ ક્રિયામાર્ગ છે. આમાં પૂર્વોકત જ્ઞાનમાર્ગ પણ રહેલ છે. છતાં ક્રિયાની મુખ્યતા હોવાથી ધીમે ધીમે તે માર્ગ ઘણે વખતે ઈચ્છિત સ્થળે જઈ મળે છે, આ માર્ગમાં જે ક્રિયા કરવી પડે છે તે સર્વ કિયા વિશુદ્ધ હોય છે કે, અધિકારી પર શુભ હોય છે. આમાં પુણ્ય બંધ પણ થાય છે. છતાં લક્ષબિંદુ, તે સિદ્ધસ્વરપ કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust