________________ (32) સદુપદેશ દિવાકર 2-0-0 આવ્યું તે કઈ ક્રિયાથી? ઉત્તર મળવો જ જોઈએ કે, ગર્ભમાં આવ્યા પહેલાં કાંઈ પણ ક્રિયા કરવી જોઈએ. તે ક્રિયા કરવાને કાળ ગર્ભમાં આવ્યા પહેલાંને માનવજ પડશે. અને તેથી એજ ફલીતાર્થ થયે કે, આત્મા ગર્ભમાં આવ્યા પહેલાં કોઈ પણ સ્થળે હતું અને ત્યાંથી અહીં આ જન્મમાં આવ્યું તેજ તેને પુનર્જન્મ અને તેજ આભાની અમરતા. કાર્ય કારણને વિચાર કરતાં, કારણ પહેલું અને કાર્ય પછી આ વાત સમજાય તેવી છે. તે આ માનવદેહરૂપ કાર્ય, તેનું કારણ આ દેહ ઉત્પત્તિ પહેલાં હોવું જ જોઈએ. . આ જમ્યા, આ મરી ગયે. આ આવ્યું તે કયાંથી? અને ગમે તે કયાં ? આ, ગતિ, આગતિ પુનર્જન્મને સુચવે છે. " સર્વે સુખી, શા માટે થતાં નથી? સવે દુઃખી, શા કારણને લઈને દેખાતાં નથી ? રાજા, રાંક શા માટે થાય છે ? રાંક રાજા શા હેતુને લઈને ? જ્ઞાની શા કારણથી ? આ સર્વ બાબતનું કાંઈ કારણ સમજાય તેવું છે. એક જ જ્ઞાતિમાં, એકજ કુળમાં, અને એક જ માબાપથી ઉત્પન્ન થતાં બાળકોમાં, નાના પ્રકારની વિષમ વિપરીતતા થવી-એજ આત્માની અમરતા, અને પુનર્જન્મની સિધ્ધતાને અપૂર્વ પુરાવે છે. આથી એટલું તો સ્પષ્ટ સમજાયું હશે કે, આત્મા દેહથી ભીન્ન છે. અને તે મૂળ દ્રવ્યની અપેક્ષાએ અમર છે, નિત્ય છે, તથા પર્યાયની અપેક્ષાએ અનીત્ય છે. આ કહેવાથી " હું * કોણ છું' એ વિચાર પરિસફુટ થયે. . - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust