________________ જ્ઞાન માળા તથા શીક્ષા માળા 0-8-0 (રહ૭ ) ને અન્ય તરફથી ટેકે ન મળે. રાજાએ પ્રધાનપદે તે જીવા પ્રધાનના પુત્રને સ્થાપના કર્યો. શા–સિદ્ધ ! તું આ કરંડીયામાં એ તે શોભય લાવ્યું હને કે, મારો મહા અમાત્ય થોડાજ વખતમાં આવી રીતે અચાનક મરણને શરણ થયે - સિદ્ધ–નરાધીશ ! તમારા અન્યાયવૃક્ષને આતો એક અંકુરોજ હજી ઉત્પન્ન થયે છે. પણ હવે પછી ઉપન થતાં પુષ્પ અને ફળોને ખરો અનુભવ તો તમારે પિતાને જ કરવાનો છે જે રાજાએ ન્યાયપૂર્વક પ્રજાનું પાલન કરે છે તેઓ લેશ માત્ર પણ દુઃખી થતા નથી, પણ ઉલરી દુનિયામાં કિતિ અને નાના પ્રકારની સંપત્તિ પામે છે. રાજન્ ! હજી પણ મને મારી સ્ત્રી સહિત અહીંથી વિસર્જન કર, નહિંતર તેનું પરિણામ ભય કરજ આવશે. સામેતાદિકે રાજાને આગ્રહપૂર્વક જણાવ્યું કે, સ્વામી ! આ સિદ્ધનું વચન અંગીકાર કરો, અને તેની સ્ત્રી તેને પાછી પો. આવા સમર્થ પુરૂષને અન્યાય આપી, પ્રકેપિત કરવો તે કે પણ રીતે રાજ્યની સલામતી માટે નથી. મલયાસુંદરી પર અત્યંત આસકિતવાળો કંદપરા વિચાર કરવા લાગે કે આ સિધ્ધ શક્તિમાન છે, તેમજ મંત્ર, તંત્રદિકને પણ જાણકાર છે. તેથી હું જે જે બહારનાં કા બતાવું છું તે લીલા માત્રમાં સાધી આપે છે તે મારા શરીરના સંબંધમાં કાંઈ દુકર કાર્ય બતાવું કે જે કાર્ય તે સિધ્ધ નજ કરી શકે અને કાર્ય સિધ્ધ નહિ કરી શકે તે હું તેને તેની સ્ત્રી આપીશ - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust