________________ ( 246 ) બચાવના બાંધકામને 0-4-0 અને તૃષાથી તે ટાળી ગયા હતા. અને હવે જે તેની કાંઈક પણ ખબર ન મળે છે, તેની પાછળ પ્રાણ અર્પણ કરે એ છેવટના નિર્ણય પર આ હતો. સંધ્યા વખતે આજેજ ત સાગરતિલકબંદર પર આવી રહ્યા હતા. રસ્તાના વિશેષ પરિશ્રમથી આગળ ન જતાં ડીવાર પહેલાં, જે દીવાલની ઓથે મલયાસુંદરી થોડીવાર ઉભી હતી, તેજ દીવાલના પાછલાભાગ તરફ મહાબળ સુઈ રહ્યા હતા. પરિશ્રમથી તે થાકી ગયે હતો છતાં પ્રિયાને વિયેગાગ્નિ એટલે બધે તેને સંતપ્ત કરતો હતો કે, તેથી જરા માત્ર પણ નિદ્રા આવતી નહોતી. તે સુતે સુતો એજ વિચાર કરતો હતો કે હવે મારે તે સુંદરીની શોધ કયાં કરવી? કેમકે મોટાં મોટાં શેહેરે, જંગલ, પહાડે, ગુફાઓ, અને રાન વગેરે અનેક સ્થળે હું ફરી વળે છું. તે સર્વ સ્થળે ઘણું બારીકાઈથી મેં તેની શોધ કરી છે તથાપિ તેને કોઈ પણ પત્તા મા નથી. હવે શેધ કર્યા વગરનું આ શેહરજ બાકી છે. પ્રભાતે અહીં તેની તપાસ કરીશ. આવા વિચારમાં મહાબળ ગુંથાયો હતે. ત્યાં દેવઉપાલંભના છેવટના મલયાસુંદરીના શયદે તેના કર્ણગોચર થયા. તે વિચારમાં પડે. અહા ! આ અપૂર્વ શબ્દો મારી પ્રિયાના સરખા કોઈ દુઃખીની સુંદરીના છેલલા મરણસૂચક સંભળાય છે. હું ત્યાં જાઉં, અને તેને મળું, તેને દિલાસે આપું અને બની શકે તે તેનું દુઃખ દુર કરૂં, ઈત્યાદિ વિચાર કરતે મહાબળ તરતજ ઉભે થયે, અને જે દિશા તરફથી તે શબ્દ આવતા હતા તે દિશા તરફ દોડ. દોડતા દોડતાં તેણે મોટે અવાજે જણાવ્યું. સુંદરી ! સાહસ નહિ કર. તું મરીશ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust