________________ (236 ) ખાણે બાબતનો 0-2-6 છે. તું ગુણવાન છે માટે આવું અકાર્ય કરવું તે તેને કોઈ પણ રીતે યોગ્ય નથી. આ પ્રમાણે શામ અને ભેદના પ્રયોગથી તે સતીએ રાજાને ઘણો બોધ આપે. પણ પથ્થરઉપર પાણી. કમાંધ રાજા પોતાના અભિપ્રાયથી પાછો ન હઠયે. આ સ્ત્રીનું શીયળ, મારે બળાત્કારે પણ ખંડિત કરવું. તેના શીયળની શકિતથી ભલે તે મને બાળીને ભસ્મીભૂત કરી નાંખે. આ પ્રમાણે વિચાર કરતે કંદપ રાજા તે અવસરે તે મલયસુંદરી પાસેથી નીકળી, પિતાના મહેલમાં આવ્યો. અને રાજકાર્યમાં કામ લાગે. પણ તે સ્ત્રીનું રૂપ, તેની લાવણ્યતા, અને તેના હૃદયવેધક કઠોર શબ્દો તે રાજાના હૃદયમાં શલ્યની માફક સાલવા લાગ્યા. રાજના જવા પછી મલયાસુંદરી પાછી ધર્મધ્યાન કરવામાં સાવધાન થઈ, તેનું મુખકમળ સ્લાય થઈ આવ્યું, તથાપિ શીતળ રક્ષણાર્થે મરવાને પણ તત્પર થઈ રહી. રાજા વિચારમાં પડયે કે, સ્ત્રીઓને સ્વાધીન કરવામાં બળનું કામ નથી. કોઈ પણ સ્ત્રી તેના ખરા અંતઃકરણપૂર્વક બળથી સ્વાધીન થઈ નથી. પણ પ્રેમ, વિશ્વાસ, વિનય, આશા,અને લાગણીથી સ્વાધીન થઈ શકે છે. માટે તેને સ્વાધીન કરવા માટે મારે કળાકૌશલ્ય વાપરવું જોઈએ એમ ધારી, તેને મીઠાં વચનોથી સમજાવવા માટે ફરી કેટલીક દાસીઓને મોકલી અને પોતે જાતે પણ અનુકુળ વ... નથી સમજાવી છતાં. આ મહાસતીના એક રૂમમાં પણ વિકાર ન થયે. તેમજ તેના વિચારમાં જરાપણ ફેરફાર ન થયે. આનું નામ તે સતી સ્ત્રી. અને આજ ખરેખર શીયળત્રત કહેવાય.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust